આપણે દરરોજ વાળ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરીએ છીએ. પછી વાળ ખરવાની, ડ્રાય વાળની કે વૃદ્ધિ અટકવાની વાત હોય. આ સમસ્યાઓના કારણે ઘણી વખત આપણે તણાવમાં આવી જઈએ છીએ અને તેના ઈલાજ માટે દવાઓનો ઉપયોગ કરવાનું શરૂ કરી દઈએ છીએ. તમને જણાવી દઈએ કે જો તમે રોજબરોજની આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો પહેલા ઘરેલું ઉપાય અજમાવો. તે વાળને નુકસાન કરતું નથી અને નેચરલ રીતે સમસ્યાને ઠીક કરે છે.
ડ્રાય વાળ અને વાળની લંબાઈ વધારવા માટે એક સરળ ઘરેલું ઉપાય જાણો. નારિયેળ તેલ અને ગ્લિસરીનનો યોગ્ય રીતે ઉપયોગ કરીને વાળની આ બંને સમસ્યાઓ દૂર કરી શકાય છે. વાળને પોષણ આપવાની સાથે, તે તેમને લાંબા અને કોમળ બનાવે છે. તો ચાલો જાણીએ કે તમે તેને તમારા વાળની સંભાળના રૂટિનમાં કેવી રીતે સામેલ કરી શકો છો.
વાળને સુંદર બનાવવા માટે અને વાળની સમસ્યા દૂર કરવા માટે શક્ય હોય ત્યાં સુધી નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. કારણકે ઘણી વખત કેમિકલ યુક્ત પ્રોડક્ટ વાળને નુકસાન કરે છે. આ ચિંતાને ટાળવા માટે અને વાળની કુદરતી સુંદરતા વધારવા માટે તમે આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો. વાળની સુંદરતા વધારવા માટે આ ઉપાયનો ઉપયોગ કેવી રીતે કરવો તે વાતનો તમને ખ્યાલ ન હોય તો ચાલો તમને જણાવીએ. વાળમાં નારિયેળ તેલ અને ગ્લિસરીનનો યોગ્ય રીતે ઉપયોગ આ રીતે કરી શકાઈ છે.
સામગ્રી:
– 2 ચમચી નારિયેળ તેલ
– 2 ચમચી ગ્લિસરીન
બનાવવાની રીત :
-એક બાઉલમાં 2 ચમચી નારિયેળનું તેલ હૂંફાળું રાખો.
-તેમાં 2 ચમચી ગ્લિસરીન નાખીને બરાબર મિક્ષ કરી લો.
-આ મિશ્રણને માથાની ચામડી પર સારી રીતે લગાવો અને હળવા હાથે મસાજ કરો.
-તેને 30-40 મિનિટ માટે રહેવા દો અને હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો.
– જો તમે અઠવાડિયામાં એકવાર આવું કરશો તો તમારા વાળ પણ મુલાયમ અને લાંબા થશે.
ફાયદા:
નારિયેળ તેલમાં ભરપૂર માત્રામાં ફેટી એસિડ અને વિટામિન E હોય છે. જે વાળને ઊંડે સુધી પોષણ આપે છે. જ્યારે ગ્લિસરીન વાળની ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. જેના કારણે વાળ ફ્રઝી થતા નથી. આ મિશ્રણ વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળ તૂટવાનું ઘટાડે છે. જો તમે તેને નિયમિત રીતે તમારા વાળમાં લગાવશો તો તમારા વાળ નેચરલ રીતે ચમકદાર બનશે. અઠવાડિયામાં 1-2 વાર આ ઉપાય કરો અને તમારા વાળમાં ફરક જાતે અનુભવો.