ગુજરાતી ગાયક કલાકાર ઈશાની દવે એક એવી સિંગર કે જેના ભજન, ડાયરા તમે સાંભળ્યા જ હશે. ત્યારે હવે તેને ગુજરાતી સંગીતક્ષેત્રે ધુમ મચાવી રહી છે. તેણીએ તેની કારકિર્દીની શરૂઆત નાની ઉંમરે કરી હતી. તેણીને આ પ્રેરણા તેના પિતા પ્રફુલ દવે દ્વારા મળી હતી, જેઓ ગુજરાતના શ્રેષ્ઠ લોક ગાયકોમાંના એક છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “तेरी ख़ुशबू का पता करती है मुजपे एहसान हवा करती है”
તેણીનો લુક જોવા તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોતાં હોય છે. હાલ તેણીએ તેના ઇન્સટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ક્રોપ ટોપ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. તેમાં તેણીએ રેડ બ્લાઉઝ અને રેડ ચણિયો પહેર્યો છે. તેણીએ હેન્ડવર્ક કરેલ ક્રોપટોપ પહેર્યું છે. તેણીએ હાથમાં બ્રેસલેટ પહેર્યું છે. આ લુકમાં તેણી ખુબ જ આકર્ષક અને બ્યૂટીફૂલ લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.