- આઇપીએલ મેગા ઓક્શનમાં એન્ટ્રી કરનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો વૈભવ સૂર્યવંશી: મૂળ કિંમત 30 લાખ રૂપિયા પણ હરાજીમાં રાજસ્થાન રોયલ્સે રૂ.1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 સીઝન માટે બે દિવસીય મેગા હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. જેમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ હલચલ મચાવી દીધી છે.આ વખતે તે આઇપીએલ મેગા ઓક્શનમાં એન્ટ્રી કરનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. વૈભવ સૂર્યવંશીની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. પરંતુ તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે હરાજી માટે બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું નામ સામે આવ્યું ત્યારે તેને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે યુદ્ધ થયું હતું. દરમિયાન, વૈભવ સૂર્યવંશીની કિંમત 30 લાખ રૂપિયાથી વધી રહી હતી, જે 1.10 કરોડ રૂપિયા પર બંધ થઈ ગઈ હતી. આ છેલ્લી બોલી રાજસ્થાનની ટીમે લગાવી હતી. અહીં દિલ્હીએ હાર સ્વીકારી અને રાજસ્થાનની ટીમ જીતી ગઈ. હવે વૈભવ સૂર્યવંશી આઇપીએલ 2025ની સિઝનમાં સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી રાજસ્થાનની ટીમ તરફથી રમશે. બિહારનો વૈભવ સૂર્યવંશી આ વખતે હરાજીની યાદીમાં સામેલ થનાર સૌથી યુવા ખેલાડી છે. વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ થયો હતો અને તેમની હાલની ઉંમર 13 વર્ષ અને 234 દિવસ (16 નવેમ્બર 2024) છે. વૈભવ સૂર્યવંશી બિહાર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. વૈભવે આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈ સામે ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યું હતું. વૈભવને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો, વૈભવનો જન્મ સમસ્તીપુર જિલ્લાના મોતીપુરમાં થયો હતો. પાંચ વર્ષની ઉંમરથી તેના પિતા સંજીવે વૈભવને પ્રેક્ટિસ નેટ બનાવવાનું શરૂ કર્યું. આ માટે વૈભવના પિતાએ ઘરે નેટ લગાવી. ત્યારબાદ વૈભવે સમસ્તીપુરની ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું. આ પછી વૈભવે પટનાની જીસસ એકેડમીમાં મનીષ ઓઝા પાસેથી ટ્રેનિંગ લીધી.
ડોમેસ્ટિક ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ શાનદાર: ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી
ડોમેસ્ટિક ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારત અંડર-19 અને ઑસ્ટ્રેલિયા અંડર-19 વચ્ચે રમાયેલી યુવા શ્રેણીમાં વૈભવે પોતાની બેટિંગથી બધાને પોતાના ફેન બનાવી દીધા હતા. વૈભવે આ મેચમાં સદી ફટકારી હતી અને 64 બોલમાં 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
આ સાથે તેણે પાંચ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ પણ રમી છે. જો કે આ પાંચ મેચમાં તે માત્ર 100 રન જ બનાવી શક્યો છે. વૈભવ ડાબોડી બેટ્સમેન છે અને લાંબા સિક્સર મારવા માટે જાણીતો છે. રાહુલ દ્રવિડની દેખરેખ હેઠળ આ યુવા ખેલાડી આગામી વર્ષોમાં મજબૂત ક્રિકેટર તરીકે ઉભરી શકે છે.
ભારતીય ટીમનો આશાસ્પદ સીમર બોલર ગુરજપનીતસિંહ ચેન્નાઇ તરફથી રમશે
ગુર્જપનીત સિંહ ભારતનો આશાસ્પદ 26 વર્ષનો ડાબોડી સીમર છે, જે તેની બોલિંગ એક્શન અને 6’3ની ઉંચી ફ્રેમ અને નવા બોલને બંને રીતે ખસેડવાની ક્ષમતા માટે જાણીતો છે.તાજેતરમાં રણજી ટ્રોફીની એક મેચમાં સૌરાષ્ટ્ર સામે તમિલનાડુના ઝડપી બોલર ગુરજપનીત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બીજી ઇનિંગમાં 22 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જેના કારણે સૌરાષ્ટ્રની ટીમ માત્ર 94 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. સૌરાષ્ટ્રના માત્ર ત્રણ બેટર ડબલ ફિગર પાર કરી શક્યા હતા. પંજાબનો રહેવાસી ગુરજપનીત સિંહને શરૂઆતની કારકિર્દીમાં વધુ તકો મળી ન હી. ત્યારબાદ તે ચેન્નાઈ શિફ્ટ થઈ ગયો હતો. ગુરજપનીત મોહમ્મદ આમિર, શોએબ અખ્તર, મોહમ્મદ આસિફ અને વસીમ અકરમ જેવા ઝડપી બોલરોથી ઘણો પ્રભાવિત છે.આઈપીએલમાં નેટ બોલર તરીકે જોડાયેલા ગુરજપનીત સિંહ ક્યારે ટીમમાં સામેલ થઇ ગયા ખબર ના પડી. આઇપીએલ 2025ના ઓક્શનમાં લખનવ અને ગુજરાતે પણ તેને ખરીદવા માટે
બોલી લગાવી જોકે ચેન્નાઇ 2.20 કરોડમાં ગુરજપનીત સિંહને પોતાની ટીમમાં સામેલ કર્યો.બોલને સ્વિંગ કરવાની અને ચોકસાઈ જાળવવાની ગુર્જપનીતની ક્ષમતા બેટ્સમેનો માટે ખતરો બનાવે છે, તેની પ્રતિભા, શિસ્તબદ્ધ અભિગમને લઈને આઇપીએલ એક્સપોઝર સાથે, ગુર્જપનીત સિંહ આવનારા વર્ષોમાં ભારતના સૌથી આકર્ષક બોલરોમાં સ્થાન બનાવા માટે તૈયાર છે.