- રાજ્યકક્ષાની વિવિધ કમિટીઓમાં રાજકોટના તબીબોની નિમણુંક
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના ઉપપ્રમુખ તરીકે રાજકોટના જાણીતા ઈ.એન.ટી. સર્જન ડો. દિપેશ ભાલાણીની વરણી કરવામાં આવી છે તથા રાજ્ય કક્ષાની વિવિધ કમીટીઓમાં રાજકોટના તબીબોની નિમણૂંક કરવામાં આવી છે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. કાંત જોગાણી અને સેક્રેટરી ડો. અમીષ મહેતાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.
પ્રમુખ ડો. કાંત જોગાણીએ જણાવ્યું છે કે, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતમાં આ વરસે ઉપપ્રમુખ તરીકે રાજકોટના જાણીતા ઈ.એન.ટી. સર્જન ડો. દિપેશ ભાલાણીની વરણી કરવામાં આવી છે. ડો. દિપેશ ભાલાણી ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પૂર્વ પ્રમુખ છે. તેમણે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટમાં વિવિધ હોદા પર પોતાની સેવા આપી છે. ડો.ભાલાણીએ ઈ.એન.ટી. સોસાયટી ઓફ રાજકોટના પૂર્વ પ્રમુખ, પૂર્વ સેક્રેટરી, ટ્રસ્ટી, થાઈરોઈડ ડિસઓર્ડર વર્કશોપના ઓર્ગેનાઈઝીંગ ચેરમેન, ઈ.એન.ટી. તબીબોની રાજ્ય કક્ષાની કોન્ફરન્સના ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતની કોન્ફરન્સમાં ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી સહિત અનેક જવાબદારી સફળતા પૂર્વક બજાવી છે. તેઓ પટેલ મેડિકલ સોસાયટી-રાજકોટના પૂર્વ પ્રેસીડન્ટ છે. તેઓ ઈ.એન.ટી. તબીબોના સંગઠન અને ઈન્ડીયન મેડિકલ એસોસીએશનમાં વર્ષોથી સક્રિય રીતે કાર્યરત રહ્યા છે.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના સેક્રેટરી ડો. અમિષ મહેતાએ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતની વિવિધ કમીટીમાં રાજકોટનાં તબીબોની નિમણૂંક થઈ છે એ વિશે માહિતી આપતાં જણાવ્યુ છે કે, નેશનલ વાઈસ પ્રેસીડન્ટ (ઈલેકટ) ડો. યજ્ઞેશ પોપટ, આઈ.પી.પી.- ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ડો. ભરત કાકડીયા, સેન્ટ્રલ વર્કિંગ કમીટીમાં ડો. રશ્મી ઉપાધ્યાય, ડો. હિરેન કોઠારી, ડો. અમીત અગ્રાવત, ડો. સંજય ભટ્ટ, સ્ટેટ વર્કિંગ કમીટીમાં ડો. ચેતન લાલસેતા, ડો. પારસ શાહ, ઝોનલ જોઈન્ટ સેક્રેટરી ડો. જય ધિરવાણી, પી.પી.એસ.માં ડો. ભાવેશ સચદે, એસ.એસ.એસ.માં ડો. પિયુષ ઉનડકટ, એડીટોરીયલ બોર્ડના મેમ્બર તરીકે ડો. કમલેશ કાલરીયા, કોલેજ ઓફ જી.પી.ના મેમ્બર ડો. વસંત કાસુન્દ્રા, હેલ્થ સ્કીમમાં ડો. પ્રફુલ કમાણી, એફ.ડબલ્યુ.એસ.માં ડો.તેજસ કરમટા, સાયન્ટીફીક કમીટીમાં ડો.દુષ્યંત ગોંડલીયા, આઓ ગાઉ ચલે પ્રોજેક્ટમાં ડો. રૂકેશ ઘોડાસરા, એચ.પી.એસ.માં ડો. કાંત જોગાણીની વરણી કરવામાં આવી છે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ જાણીતા ન્યુરોસર્જન ડો. કાંત જોગાણી, સેક્રેટરી ડો. અમિષ મહેતા, આઈ.પી.પી. ડો. પારસ શાહ, પ્રેસીડન્ટ ઈલેક્ટ ડો. જયેશ ડોબરીયા, ઉપપ્રમુખ તરીકે ડો. દેવેન્દ્ર રાખોલીયા, એડિટર ડો. કૃપાલ પુજારા, ટ્રેઝરર ડો. કમલેશ કાલરીયા, જોઈન્ટ સેક્રેટરી ડો. મનિષા મોટેરીયા, ડો. ચિંતન કણસાગરા, જોઈન્ટ ટ્રેઝરર ડો. રૂપેશ મહેતા, ડો. દર્શન સુરેજા, એકઝીક્યુટીવ કમીટીના ડો. વિપુલ અઘેરા, ડો. જયદીપ દેસાઈ, ડો. મમતા લીંબાસીયા, ડો. મિહિર તન્ના, ડો. નીમા સિતાપરા, ડો. સંજય ટીલાળા, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. સુપ્રિયા ગુપ્તા, કો. ઓપ્ટ મેમ્બર ડો. ભાવેશ વૈશ્ર્નાની, ડો. રાજેશ સાકરીયા, ડો. જીજ્ઞેશ મેવા, ડો. હેતલકુમાર કિયાડા, ડો. અલ્પેશ કિકાણી, ડો. દિપલ પનારા, ડો. વંદન કાનાબાર, સાયન્ટીફીક બોર્ડના ડો. અતુલ રાયચુરા, ડો. ગૌરવ દવે, ડો. સંજય દેસાઈ, ડો. નિલેશ દેત્રોજા, ડો. ધર્મેશ શાહ, ડો. રાજન રામાણી, યંગ એકઝીક્યુટીવ કમીટીના ડો. બિરજુ મોરી, ડો. જીજ્ઞા પટેલ, ડો. ચિરાગ બરોચીયા, ડો. ચેતન દવે, ડો. ડેનિશ આરદેસણા, ડો. રાજેશ રામ, ડો. ચિંતન દલવાડી, ડો. ઘટના કથીરીયા, ડો. મિલન રોકડ, ડો. ભૂમિ પટેલ અને ડો. યશ કાકડીયા સહિત તબીબોની ટીમ દ્વારા નવા વરાયેલાં મેમ્બરને શુભેચ્છા પાઠવવામાં આવી છે.
આઈ.એમ.એ.ના રાષ્ટ્રીય અગ્રણી ડો. અતુલ પંડયા, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાકડીયા, ડો. એમ. કે. કોરવાડીયા, પેટ્રન ડો. ડી. કે. શાહ, ડો. પ્રકાશ મોઢા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. દેવેન્દ્ર દેકિવાડીયા, ડો. નિતીન ટોલીયા, ડો. વલ્લભ કથીરીયા, ડો. સુશિલ કારીયા, ડો. કીર્તિ પટેલ, ડો. જીતેન્દ્ર અમલાણી સહિત તબીબી અગ્રણીઓ અને સમાજના આગેવાનો દ્વારા રાજકોટ બ્રાન્ચના રાજ્ય કક્ષાએ વરણી પામેલાં તબીબોને અભીનંદન પાઠવવામાં આવ્યા છે. આઈ.એમ.એ.ના મિડિયા કો.ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.