- માનસ સદભાવના રામકથામાં હજારો ભાવિકોનો મેળાવડો: કાર્યકરો દ્વારા ચુસ્ત અને સુંદર વ્યવસ્થા
મોરારીબાપુ રામકથા ત્રીજા દિવસે જણાવ્યું હતું કે ધર્મને ગંભીર ના બનાવો કર્મને લઈને ગંભીર બનો કોઈ પણ વરણમાંથી સાધુ થઈ શકે છે પરંતુ સાધુ થયા બાદ તેનો કોઈ વરણ ન હોય વૃક્ષ નદી સહિત પ્રકૃતિના તમામ તત્વો બોલે છે ને વાત કરે છે પણ આપણે સાંભળી શકતા નથી વૃક્ષ વાવવાનો અને ઉછેરવાનો હવે અવસર આવ્યો છે કારણકે ઇતિહાસ એ કરવટ બદલે છે ભારત મને હરિયાળું દેખાવા લાગ્યું છે એ મોરારીબાપુએ કથામાં જણાવી હતું રામકથામાં દેશભરમાંથી સંતો મહંતો આવી રહ્યા છે ત્યારે ગુરુવારે ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા રામ કથામાં રાત્રે આપશે વધુમાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં વૃક્ષનો મહિમા ખૂબ છે કૃષ્ણના વિહારમાં વૃક્ષો રોતા હતા તો કાલિદાસને શકુંતલા વૃક્ષો સાથે વાતો કરતા હતા વૃદ્ધ પોતે વૃક્ષ છે અને વૃક્ષ પોતે વૃદ્ધ છે વડલાના ફળને તોડી એ તો જીણા જીણા બીજ તેમાંથી નીકળે એ બીજને તોડીએ તો તેમાંથી કંઈ જ નજરે ના પડે જે ન દેખાય તે પરમાત્મા છે મોરારીબાપુ એ સાધના વિવિધ પ્રકારો કહી આવતા જેમાં સન્યાસી, સહકારી ,સરકારી સુધારક, સ્વીકારક સમય વહી સંઘર્ષ અને સાધના શીલ સાધુ તેમણે ગણાવ્યા કપિલ મુનિએ એવું કહ્યું કે સહન કરે તે સાધુ કરુણા થી ભરેલો હોય તે સાધુ મોરારીબાપુએ રામચરિત માનસનો આધાર લેગ 14 પ્રકારના લોકોને જીવતા છતાં મળદા ગણાવ્યા જેમાં કામી, લોભી અને નજરનો હલકો, બદનામ બોજરુપ આજીવન રોગીષ્ટ, ક્રોધી ધર્મ વિમુખી વેદના, વિરોધી સાધુ વિરોધી, સ્વાર્થી , નીંદક, પાપગ્રસ્ત વગેરેનો સમાવેશ થયો છે બાળપણમાં સાત્વિક પરિકથા યુવાનોની માં હરિ કથા અને વૃદ્ધાશ્રમમાં ખરી કથા સાંભળવામાં ભલામણ કરી હતી તેમણે કહ્યું હતું કે હું રામચરિત માનસના સાથે સોપાન કહું છું એટલે કે સાતમા ધોરણનું હું પ્રાઇમરી કક્ષાનું શિક્ષણ આપું છું માનસ સદભાવના રામ કથામાં કથા શ્રવણ કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ઉમટીયા હતા કથાના મંડપ તેમજ ભોજન ખર્ચ સહિતની દરેક જગ્યાએ કાર્યકર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સ્વયંસેવકોએ જવાબદારી ઉઠાવી લેતા શ્રોતાઓ કોઈપણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.
રાજા અને રંક બંને સરખા, બંને માટે સમાન ભોજન વ્યવસ્થા રાખવી: વિરપુર જલારામ મંદિરના ગાદી પતિ શ્રી રઘુરામ બાપાની પ્રેરણા
વિરપુર જલારામ મંદિરના ગાદીપતિ શ્રી રઘુરામબાપાની પ્રેરણાથી રાજકોટ ખાતે આયોજિત વૈશ્ર્વિક રામકથા – “માનસ સદભાવના” આવતીકાલથી વી. વી. આઈ. પી, વી. આઈ. પી ભોજન ખંડ બંધ કરી સૌ માટે સમાન વ્યવસ્થા જ રાખવામાં આવશે. વિરપુર જલારામ મંદિરના ગાદીપતિ શ્રી રઘુરામબાપાએ જણાવ્યું કે અહી રાજા અને રંક બંને સરખા છે તેથી બંને માટે સમાન ભોજન વ્યવસ્થા હોવી જોઈએ. આ કારણે જ તાત્કાલિક અસરથી વી. વી. આઈ. પી, વી. આઈ. પી ભોજન ખંડ બંધ કરી દેવાશે. કથામાં હાજર રહેનાર સૌ માટે એક જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.
કોઈ પણ પ્રકારની પંગત ભેદ વગર આબાલ, વૃદ્ધ સૌ સાથે, એક જ સ્થળે – એક જ સમયે હરિહર કરશે. રામ, રામકથાનો પ્રસાદ મળ્યો છે. દેશ વિદેશમાં સુપ્રસિદ્ધ પૂ. જલારામ મંદિરના ગાદી પતિ શ્રી પૂ. રઘુરામ બાપાના આચરણમાંથી ત્વરિત પ્રેરણા લઈને રામકથાના નિમિત્ત આયોજકોએ આ ફેંસલો લીધો છે. કથામાં આયોજકો, દાતાઓ, શ્રેષ્ઠીઓ સહિત સૌ એક જ સાથે, એક જ સ્થળે – એક જ સમયે પગંત ભેદ વગર સાથે ભોજન પ્રસાદ લેશે. પૂ.મોરારિબાપુની રામકથાનાનિમિત આયોજકો (સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર)
પૂ. મોરારિબાપુએ રણછોડદાસ બાપુના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા
મોરારીબાપુએ સદગુરુ આશ્રમે જઈ રણછોડદાસ બાપુ ના આશીર્વાદ લીધા અને તેમણે કહ્યું હતું કે આ તો તપો ભૂમિ છે ત્યા ચાલતી અખંડ રામધૂનને સાંભળી હતી રાજકોટના લોકો રામભક્તિને તેમને વંદન કર્યા હતા.
રામકથાના ડુપ્લિકેટ પાસ પકડાયા પોલીસ કાર્યવાહી કરાશે: સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર
રામકથાના ડુપ્લિકેટ પાસ પકડાયે પોલીસ કાર્યવાહી થશે. અમુક કિસ્સામાં એવું કહેવામાં આવ્યું છે કે સદભાવના વૃદ્ધાશ્રમના રામકથા ખંડના અલગ અલગ પાસ પર બીજા અન્ય સ્ટીકર ચોંટાડીને તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. બે વ્યક્તિઓ આ અંગે ધ્યાનમાં પણ આવ્યા હતા જેમને કડક સૂચના આપવામાં આવી હતી. હવેથી આવું કોઈ પકડાય તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે એવું સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે. આ રામકથા સમગ્ર રાજકોટની છે. આવા એક્કલ દોકકલ વ્યક્તિ પકડાય તો સખત કાર્યવાહી કરવામાં આવશે. સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર સમગ્ર રાજકોટની જનતાનો સતત સહયોગ બદલ તેમની ચરણવંદના કરે છે, નમ્રતાભેર ઋણ સ્વીકાર કરે છે. આવો સહકાર સતત મળતો રહેશે તેવી શ્રદ્ધા પણ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા રાખવામાં આવી છે.
વી. વી. આઈ. પી પાસમાં ફક્ત એક જ વ્યક્તિને એન્ટ્રી અપાશે
પ્રથમ ત્રણ દિવસ વૈશ્વિક રામકથામાં લોકોની જનમેદનીનો ખૂબ સારો પ્રતિભાવ રામકથાના શ્રવણ માટે મળ્યો છે. લોકો ધારણા બહાર કથા મંડપમાં કથા સાંભળવા ઉમટી પડ્યા હતા, એક રીતે જોવા જઈએ તો તે આનંદની વાત છે, કારણ કે વધુમાં વધુ લોકો રામકથા શ્રવણ માટે આતુર છે. સ્વાભાવિક છે કે નિમિત્ત આયોજકોની ભાવના એ જ હોય કે વધુમાં વધુ લોકો કથા શ્રવણ, ભક્તિનો, સેવાનો લાભ લે પરંતુ વ્યવસ્થાની સરળતા, લોકોની સુરક્ષા માટે તંત્રના સહકાર અને માર્ગદર્શનમાં હવેથી વી. વી. આઈ. પી પાસમાં તાત્કાલિક અસરથી ફક્ત એક જ વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવશે. માતાઓ, બહેનોની સુરક્ષા અને કોઈ પણ પ્રકારની ધક્કા મુક્કી ન થાય, કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલા બે દિવસ આ સંખ્યા ચાર વ્યક્તિ માટે હતી ત્યારબાદ બે વ્યક્તિ માટે કરવામાં આવી અને હવે ફક્ત એક જ વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવશે. જેથી સૌ રામભક્તો સરળતાથી કથા શ્રવણ કરી શકે. જો કે અન્ય લોકો માટે કરાયેલી વ્યવસ્થામાં સૌ પૂ. મોરારિબાપુની સન્મુખ કથા સાંભળવા માટે બેસી શકે છે. રાજકોટમાં વી. વી. આઈ. પી, વી. આઈ. પી સહિતના સૌ લોકો મિત્રો, પરિવાર સાથે આવે તેની વ્યવસ્થા છે જ પરંતુ વી. વી. આઈ. પી પાસમાં એક જ વ્યક્તિ એન્ટ્રી લઈ શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. સૌ લોકો મિત્રો, પરિવાર સાથે અચૂક પધારે પરંતુ તેઓ અન્યત્ર પોતાનું સ્થાન, જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં મેળવી લે, જેનાથી શક્ય હોય તેને ભારતીય બેઠક વ્યવસ્થા જ ગ્રહણ કરે તેવી આયોજકો દ્વારા વિનમ્ર પ્રાર્થના કરવામાં આવી છે જેથી સુરક્ષા, ગરિમા જળવાઈ રહે. આનંદની વાત એ છે કે ધાર્યા કરતાં ખૂબ મોટો રામ ભક્તોનો જન પ્રવાહ રામકથામાં આવી રહ્યો છે. આ સાથે જ આયોજકો દ્વારા મંડપ વ્યવસ્થા પણ કર્તવ્ય પાલન અને જવાબદારીના ભાગ રૂપે વધારવામાં આવી છે. શક્ય તમામ વ્યવસ્થા વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ કથા સ્થળ મર્યાદાને ધ્યાનમાં લઈને સૌ ને વ્યવસ્થામાં સહકાર આપવા વિનમ્ર પ્રાર્થના નિમિત્ત આયોજકો દ્વારા કરવામાં આવી છે. લોકોની સુરક્ષા માટે, તંત્રના સહકાર અને માર્ગદર્શનથી આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
- પૂ. મોરારિબાપુ મધ્યસ્થ જેલની મુલાકાતે : કેદીઓને આઠ બંધન અંગે આપ્યું પ્રવચન
- જેલના ભોજનની ભિક્ષા માંગી : અલગ અલગ જેલની મુલાકાતની યાદો વાગોળી’
રાજકોટમાં સદભાવના માનસ કથાના ત્રીજા દિવસે કથા પૂર્ણ થયા બાદ સાંજના સમયે સંત પૂજ્ય મોરારી બાપુએ રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી. બાપુએ રાજકોટ મધ્યથ જેલમાં કેદીઓને આશીર્વાદ પાઠવી અને અડધો કલાક બંધન વિશે પ્રવચન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સાથે બાપુએ રાજકોટ જેલમાં કેદીઓ માટે બનાવવામાં આવેલ ભોજન મહિલા કેદી પાસેથી ભિક્ષા સ્વરૂપે લઇ ગયા હતા તો સાથે જ બાપુએ અધિકારીઓને કાનૂનનો કરુણાપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી હતી.
રાજકોટ મધ્યસ્થ જેલમાં આજે કેદીઓને મોરારીબાપુએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે હું અહીંયા આવ્યો છું તો તમને બંધન વિશે માહિતી આપીશ. કુલ 8 પ્રકારના બંધન હોય છે. કર્મ બંધન, ઋણાનું બંધન અને ભવ બંધન. કર્મ બંધન એટલે મોટામાં મોટું બંધન. આ બંધન આપણી સાથે જોડાયેલું છે. આપણે જેવા કર્મ કરીએ છીએ એવું ફળ આપણે
પામીએ છીએ. તમે બધા કોઈને કોઈ કર્મ બંધનના કારણે આ જેલમાં છો, અમે બહાર છીએ તે અમે બધા પણ કર્મ બંધનમાં બંધાયેલા છીએ. જેલમાં હોઈ કે મહેલમાં હોઈ તે દરેકને કર્મ બંધન લાગૂ પડે છે. સાધુ હોઈ કે શેતાન તે બધાને કર્મ બંધન લાગુ પડે છે. વાલ્મિકીજીએ રામાયણ લખ્યું છે તેઓ બધાને લૂંટતા હતા અને બધાને પરેશાન કરતા એના કર્મનું ફળ એને મળ્યું છે. ભગવાન રામે કોઈને લૂંટ્યા નથી પરંતુ, શ્રી રામને પણ કર્મ બંધન લાગુ પડ્યું અને 14 વર્ષ વનવાસ જવું પડ્યું હતું.
બીજું છે ઋણાનું બંધન.. ઋણાનું બંધનના કારણે પણ આપણે અહીંયા છીએ. કોઈપણ બંધનના કારણે આપે અહીંયા આવવું પડ્યું હશે. આ બંધનમાં પણ કોઈ ને કોઈ સંબંધો લાગુ પડતા હોય છે એ ઋણાનું બંધન છે. શાસ્ત્રો કહે છે આપણા ઉપર અનેક ઋણ છે અને તે પૈકી એક ઋણ છે ઋષિમુનિઓનું ઋણ. ઋષિમુનિઓએ આપણને શાસ્ત્ર આપ્યા છે, સૂત્રો આપ્યા છે, મંત્રો આપ્યા છે. આપણા જીવનને દિવ્ય બનાવવા મંત્રો અને સૂત્રો ઋષિમુનિઓએ આપ્યા છે, એના બંધનમાં આપણે છીએ. ઋષિઓના ઋણાનું બંધનમાંથી મુક્તિ માટે દરેક સમાજના કેદીઓએ પોતાના ધર્મ ગ્રંથનો પાઠન કરવું જોઈએ અને હું કાયમ ક્વ છું આપણા માં-બાપના ઋણાનું બંધનમાંથી મુક્ત થવા માતા-પિતાની સેવા કરવી જોઈએ.
આ સાથે મોરારીબાપુએ જણાવ્યું હતું કે, પહેલા સમયમાં એવું હતું કે, કોઈ રાજા, રાષ્ટ્રપતિ, સાધુ કે ધર્મગુરૂ જેલમાં જાય તો તેની પાછળ કેદીઓને છોડી દેવા પડતા હતા. આજે તમે બધા પણ એવું વિચારતા હશો કે, આવું થાય તો કેવું સારું. આટલું સાંભળતા જ ઉપસ્થિત કેદીઓ ખળખળાટ હસી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોરારીબાપુએ વડોદરા જેલની મુલાકાત સમયનો કિસ્સો પણ યાદ કર્યો કર્યો હતો અને જણાવ્યું હતું કે, કેદીઓની કોટડી જોતા સમયે મને થયુ કે, કેદીઓ અગરબત્તી કરે અને સેવા પૂજા કરે છે. એક કેદીએ કહ્યું, બાપુ તમે અહીં જ રહી જાવ. ત્યારે મેં કહ્યું, હજુ મારા એવા કર્મો નથી કે હું કૃષ્ણ જન્મ ભૂમિમાં રહી શકું.
અંતમાં મોરારીબાપુએ કહ્યું, આજે જેલમાં જે બન્યું હોઈ તે મને ભિક્ષા સ્વરૂપે આપજો. આજે હું ભિક્ષામાં જેલના કેદીઓનું ભોજન મારા પાત્રમાં લઈ જઈશ. મોરારીબાપુએ કહ્યું કે મારી ઈચ્છા હતી કે તમારા જેવા કેદીઓ વચ્ચે હું રહું અને કથા કરું. ભાવનગરની જેલમાં હુ 9 દિવસ રહ્યો હતો. મને મહારાષ્ટ્રમાં નાસિક જેલમાં મંજૂરી ન આપી. ભાવનગર જેલમાં રહેવાની મને મંજૂરી મળી હતી. મેં ભાવનગરમાં જેલમાં કેદીઓની સાથે ભોજન લીધું અને કોટડીમાં જ રહ્યો હતો.