છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાંએ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર કોની સાથે લગ્ન કરશે. તેમજ ઘણીવાર અભિનેતાને આ અંગે સવાલો પણ પૂછવામાં આવ્યા છે, પણ ત્યારે અભિનેતાએ હંમેશા જવાબો આપવાનું ટાળ્યું છે. ત્યારે હવે દરેક ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા મલ્હાર અને પૂજા આજે લગ્ન થઈ રહ્યા છે.
દરેક ચર્ચા પર પૂર્ણવિરામ લગાવતા અભિનેતાએ જાહેરાત કરી દીધી છે કે તે નવેમ્બર 2024 એટલે કે આજે તેના લગ્નનો દિવસ છે અને આજે તેના લગ્ન થઈ રહ્યા છે. રીલથી રિયલ સુધી.. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ!”
View this post on Instagram
મલ્હાર અને પૂજા #MaJaNiWedding
આજરોજ મલ્હાર ઠાકર અને પૂજા જોષીના લગ્ન છે. તો બંનેએ થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની વાત શેર કરી હતી. પૂજા જોષીએ જણાવ્યું હતું કે તે અને મલ્હાર લગ્ન કરવા જઈ રહ્યા છે. એક્ટ્રેસ પૂજા જોષીએ સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરીને આ ગુડ ન્યૂઝ આપ્યા હતા. તેમજ તેણે મલ્હાર અને પોતાનો ફોટો શેર કરીને લખ્યુ હતું કે બધી જ અફવાઓને આરામ આપીએ છીએ. રીલથી રિયલ સુધી. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ.
View this post on Instagram
#MaJaNiWedding આજે પૂજા અને મલ્હારના લગ્નની વિધિ છે. તેમાં બને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. પૂજાએ રેડ ચણિયાચોળી પહેરી છે. અને મલ્હારે વ્હાઇટ કલરની શેરવાની પહેરી છે. બને લોકો ખૂબ જ ખુશ છે. લગ્નની વિધિમાં ઘણા બધા લોકોએ હાજરી આપી હતી. આ ઉપરાંત ઘણા બધા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા-મોટા કલાકારો અને ફિલ્મી સીતારાઓએ હાજરી આપી હતી. અને તમામ લોકો ખૂબ જ આનંદ માણી રહ્યા છે.