મોટી સંખ્યામાં શાળાના વિઘાર્થીઓએ ભાગ લીધો: ચોટીલાના મુખ્ય માર્ગોથી રેલી પસાર કરવામાં આવી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ભારત ગૌરવ સાયકલ યાત્રા યોજાઇ હતી. નવી પેઢીને દેશપ્રેમ, એકતા અને અખંડતા, ભાઇચારો, સમાનતા સ્વચ્છતા, વ્યસનમુકિતની પ્રેરણા મળે તે આશયથી ઝવેરચંદ મેધાણીના પૌત્ર પિનાકી નાનકભાઇ મેધાણી સ્થાપિત ઝવેરચંદ મેધાણી સ્મૃતી સંસ્થાન અને શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટ દ્વારા આ અનોખી સાયકલ યાત્રાનું આયોજન થયું હતું. ઝવેહચંદ મેધાણીની૧ર૧મી જન્મજયંતિ વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે આનું સવિશેષ મહત્વ છે. પરિભ્રમણ  માટે ઝવેરચંદ મેધાણી સાયકલનો ઉ૫યોગ પણકરતા જે ખાસ ઉલ્લેખનીય છે.

ઝવેરચંદ મેધાણીના ઐતિહાસિક જન્મસ્થળથી શરુ થયેલી સાયકલ યાત્રા ચોટલીના મુખ્ય માર્ગોથી પસાર થઇ હતી જેમાં મોટી સંખ્યામાં શાળાના વિઘાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઝવેરચંદ મેધાણીના પૌત્ર પિનાકી મેધાણી અને તેમના માતા કુસુમબેન મેધાણી, મેધાણી ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, ચોટીલા પીએસઆઇ ચંદ્રકાંતભાઇ માઢક, શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટના કીરીટસિંહ રહેવર (મામા) ૧૯૮૮ ની ભારત જોડો અ‚ણાચલથી ઓખા ૯૦૦૦ કી.મી.ની સાયકલ યાત્રાના સાયકલ વીરો રાજેશભાઇ ભાતેલીયા (રાજકોટ), વિજયભાઇ ભારતીય (અમદાવાદ), દેવેન્દ્રભાઇ ખાચર (સણોસરા-ચોટીલા),  વંદનાબેન ગોરસિયા (જુનાગઢ, હાલ જામખંભાળીયા), નયનાબેન પાઠક (જામ ખંભાળીયા, હાલ રાજકોટ), આકિટેકટ ઇલ્યાસભાઇ પાનવાલા (રાજકોટ), વિકાસ ગર્લ્સ સ્કુલ-સુ.નગરના આચાર્યો હર્ષદબા જાડેજા, સુ.નગર સરકારી શાળા નં.૪ ના આચાર્ય કિરતારસિંહ પરમાર, ભરતસિંહ ચુડાસમા (સુ.નગર)

યુવરાજસિંહ જાડેજા (ગાંધીનગર), ફાલ્ગુનભાઇ ઉ૫ાઘ્યાય (લીંબડી) વાલજીભાઇ પિત્રોડા (રાજકોટ), વિનોદભાઇ મિસ્ત્રી (ભરુચ) અશોકભાઇ પટેલ (રાજકોટ) સહીત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને નગરજનો ઉ૫સ્થિત રહ્યા હતા. રાજકોટથી યાત્રામાં ભાગ લેવા આવેલ સવા વર્ષના બાળક સૌર્યન પંકિલભાઇ પઢારિયાએ ભારે કુતુહલ જણાવ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન લોકગાયક અભેસિંહ રાઠોડના કંઠમાં મેધાણી ગીતો ગુંજયા હતા. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમના જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન મુલ્યોનું સંસ્કાર સિંચન થાય તે માટે પિનાકી મેધાણી અને ઝવેરચંદ મેધાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ છે. આ પ્રેરક યાત્રાની પરિકલ્પના પિનાકી મેધાણીએ કરી હતી.

કીરીટસિંહ રહેવર (મામા), રાજેશભાઇ ભાતેલીયાએ પણ લાગણીથી જહેમત ઉઠાવી હતી. સુ.નગર પોલીસ અધિક્ષક દિપકકુમાર મેધાણી (આઇપીએસ) નાયબ પોલીસ અધિક્ષક (લીંબડી) પ્રદિપસિંહ જાડેજા, ચોટીલા ઇન્ચાર્જ પીઆઇ ડામોર, પીએસઆઇ ચંદ્રકાંત માઢકના માર્ગદર્શનથી સુરક્ષા સેતુ સોસાયટી સુ.નગર જીલ્લા પોલીસ દ્વારા વિઘાર્થીઓને ક્રીમ બિસ્કીટ અપાયા હતા. કુસુમબેન મેધાણી તરફથી કેડબરી ચોકલેટ અપાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.