- વલસાડ રેપ વિથ મર્ડરના ગુનાનો ભેદ પાંચ રાજ્યની પોલીસ સાથેના જોઈન્ટ ઓપરેશનમાં ઉકેલાયો
- વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં બ્લાઇન્ડ કેસમાં 400 પોલીસ જવાનોની ટીમે હરિયાણાના નરાધમનું પગેરું શોધી દબોચી લીધો
વલસાડના મોતીવાડામાં યુવતીના રેપ વિથ મર્ડરનો મામલે દસ દિવસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ચોંકવનારા ખુલાસા થયાં છે. મૂળ હરિયાણાના નરાધમે ફક્ત 25 દિવસમાં પાંચ હત્યાને અંજામ આપ્યાનું સામે આવ્યું છે. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં સેંકડો પોલીસ જવાનોની ટીમોએ પાંચ રાજ્યની પોલીસ સાથે જોઈન્ટ ઑપરેશન ચલાવી નરાધમ રાહુલ જાટને દબોચી લેતા ચકચારી રોળ્ય વિથ મર્ડર કેસની સાથે અલગ અલગ રાજ્યમાં થયેલી વધુ ચાર હત્યાનો પણ ભેદ ઉકેલાયો છે.
વલસાડના મોતીવાડામાં 19 વર્ષીય યુવતીના રેપ વિથ મર્ડરની ઘટનામાં મોટા ખુલાસા પોલીસ કર્યા હતા. સમગ્ર ઘટનામાં દસ દિવસ બાદ પોલીસે મૂળ હરિયાણાના રાહુલ સિંગ જાટ નામના આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર સમગ્ર મામલે વલસાડના જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ તમામ ઘટનાઓ અને આરોપીની કરતૂતને લઇ વિવિધ ખુલાસા કર્યા હતા.
જેમાં જિલ્લા પોલીસ વડાએ આરોપી સીરીયલ કિલર હોવાનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, મોતીવાડામાં રેપ અને હત્યા બાદ પણ આરોપીએ વધુ ત્રણ હત્યા કરી છે. જેમાં છેલ્લા 25 દિવસમાં આરોપીએ પાંચ હત્યાઓ કરી હોવાના પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આરોપી દિવ્યાંગ હોવાથી મોટેભાગે ટ્રેનમાં જ મફતમાં મુસાફરી કરતો. તથા ગુનાહિત માનસિકતા ધરાવતો આરોપી મોટેભાગે ટ્રેનમાં જ ગુનાઓને અંજામ આપતો હતો.
પોલીસ વડાના જણાવ્યા મુજબ આરોપી પર ચોરી લૂંટ દુષ્કર્મ અને હત્યાના 13 ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને ઝડપવા વલસાડ પોલીસે વલસાડથી આંધ્રપ્રદેશ સુધીના રેલ્વે રૂટની તપાસ કરી હતી. જેમાં 2,000 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજને તપાસવામાં આવ્યા હતા. જેમાં આરોપીને પકડવા 400 થી વધુ પોલીસનો સ્ટાફ જોડાયો હતો. ઉપરાંત વાપી રેલવે સ્ટેશન ઝડપાયોએ પહેલા જ આરોપીએ ટ્રેનમાં જ એક મહિલાના દુષ્કર્મ અને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
એક બેગના આધારે આખે આખો ગુનો ડિટેક્ટ કરાયો
બનાવની જાણ થતાંની સાથે જ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાએ અલગ અલગ 10 પીઆઈના નેતૃત્વમાં વિવિધ ટીમોની રચના કરી હતી. આ ટીમોએ બનાવસ્થળની કાળજી પૂર્વક તપાસ કરતા એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. જે બેગ મળતા બનાવ સ્થળથી શરૂ કરી વલસાડ જિલ્લાના અલગ અલગ રેલવે સ્ટેશન સહિતના સીસીટીવી તપાસવામાં આવ્યા હતા. દરમિયાન ગુના સ્થળેથી મળેલા કપડાં અને બેગ લટકાવી ફરતો એક શખ્સ વાપી રેલવે સ્ટેશન લના પ્લેટફોર્મ પર જોવા મળ્યો હતો. જે બાદ આ દિશામાં તપાસ ચલાવી પોલીસે નરાધમની ધરપકડ કરી હતી.
મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ રાજ્યની પોલીસનું વોટ્સઅપ ગ્રુપ બનાવી જોઈન્ટ ઓપરેશન ચલાવાયુ
આરોપીની ઓળખ મળી ગયાં બાદ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાની સૂચનાથી મહારાષ્ટ્ર્ર, રાજસ્થાન, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ પોલીસ સાથે વોટ્સઅપ ગ્રુપ બનાવી જોઈન્ટ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. દરમિયાન ગત 24 નવેમ્બરના રોજ આરોપીનું પગેરું બાંદ્રા-ભુજ ટ્રેનમાં મળી આવ્યું હતું. જે બાદ વાપી રેલવે સ્ટેશન ખાતેથી આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઈશ્વર જાટની ધરપકડ કરવામાં આવી હતી.
અલગ અલગ 10 ટીમો બનાવી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાનના રેલવે સ્ટેશનના સીસીટીવીની તપાસ ચલાવાઈ
વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર સીસીટીવીમાં એક શંકાસ્પદ શખ્સ દેખાતા તાત્કાલિક અલગ અલગ 10 ટીમો બનાવી ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાનના વિવિધ રેલવે સ્ટેશન પરના સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી. જે બાદ આરોપીનો આખો રૂટમેપ તૈયાર કરી પારડી, વલસાડ, વાપી સહિતના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક વસાહતો, ચાલીઓ, હોટેલ, બસ સ્ટેન્ડની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની તમામ જેલોના ડેટા ચેક કરવામાં આવ્યા હતા. બીજી બાજુ વાપી, બાંદ્રા અને દાદર રેલવે સ્ટેશનના સીસીટીવીના આધારે આરોપીનો સ્પષ્ટ ફોટોગ્રાફ શોધી કાઢવામાં આવ્યો હતો. જે ફોટોગ્રાફ જેલની તપાસ કરતી ટીમોને આપવામાં આવતા લાજપોર સેન્ટ્રલ જેલના કર્મચારીઓએ આ શખ્સની ઓળખ રાહુલ જાટ રહે. મોખરા ગામ, જી. રોહતક, હરિયાણા વાળા તરીકે આપી હતી.
કર્ણાટક, બંગાળ, તેલંગણા અને પુણે-ક્ધયાકુમારી ટ્રેનમાં અલગ અલગ ચાર હત્યા નીપજાવ્યાનો ખુલાસો
વલસાડ પોલીસે રેપ વિથ મર્ડરના ગુનામાં આરોપી રાહુલ જાટની ધરપકડ કર્યા બાદ નરાધમે ફક્ત 25 દિવસમાં અલગ અલગ પાંચ હત્યા નીપજાવ્યાનું સામે આવ્યું હતું. રાહુલ જાટે બેંગ્લોરથી મુર્દેશ્વરની ટ્રેનમાં સાથી મુસાફર સાથે બીડી પીવા બાબતે બોલાચાલી કરીને અજાણ્યા શખ્સની ગળું દબાવી હત્યા નીપજાવી હતી. જે બાદ મૃતકના સામાનની લૂંટ ચલાવી લીધી હતી. પશ્ચિમ બંગાળથી કતિહાર એક્સપ્રેસમાં લૂંટના ઇરાદે એક વૃદ્ધને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. વલસાડમાં રેપ વિથ મર્ડર નીપજાવ્યા બાદ આ શખ્સે તેલંગણાણા સિકંદરાબાદ રેલવે સ્ટેશનથી મેનુગુરૂ ટ્રેનમાં એક સ્ત્રીનું ગમછા વડે ગળું દબાવી હત્યા નીપજાવી લૂંટ ચલાવી હતી. ઉપરાંત પુણે-ક્ધયાકુમારી ટ્રેનમાં સોલાપુર નજીક ટ્રેનણા ડબ્બામાં એક મહિલા સાથે દુષ્કર્મ આચરી તેણીની હત્યા નીપજાવી લૂંટ ચલાવી નાસી ગયો હતો.