- રાજુલાની જીવાદોરી ઘાતરવાડી-1 તુટતો બચાવવા કલેકટર કચેરીને સુત્રોચ્ચાર
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકામાં આવેલ ભાક્ષી ગામ પાસે ઘાતવરડી ડેમ 1 સમગ્ર રાજુલા -જાફરાબાદ ને પીવાનું પાણી અને સિંચાઈની સુવિધાઓ આપતો વર્ષો જૂનો ડેમ છે. રાજુલા પંથકના ખેડૂતો માટે જીવાદોરી સમાન ડેમ વર્ષો જૂનો 100 ટકા ભરેલો છે બાજુમાં 2 મહાકાય ક્વોરી લિઝમાં ભરડીયાઓ ધમધમી રહ્યા છે જેના કારણે બ્લાસ્ટિંગ થવાથી ડેમ ઉપર ભારે અસર થવાથી ડેમ ઉપર જોખમ ઉભું થય રહ્યું છે. અને મોરબી જેવી હોનારત થવાની પૂરી સંભાવના છે. જેના કારણે ખેડૂતો, સ્વયંસેવી સંગઠનો આજુબાજુના ગામના સરપંચોમા રોષનો માહોલ ઉભો થયો છે અગાઉ લેખિત મૌખિત વાંરવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહિ મળતા આજે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અમરેલી કલેકટર કચેરીમાં પોહચીયા હતા . ઘાતવરડી ડેમ બચાવો ભાઈ બચાવો ભરડીયાઓ બંધ કરો ભાઈ બંધ કરોના સુત્રોચાર સાથે કલેકટર કચેરીમાં પોહચી આવેદનપત્ર આપવામા આવેલ, ગ્રામ પંચાયતો સાથે ગૌરક્ષા હિત રક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવ ટ્રસ્ટ રાજુલા તેમજ પ્રેસ ક્લબ રાજુલા અને 13 પગલા સમિતિ અને પ્રાકૃતિક ખેતી મહાસંગ અને ખેડૂતની સમિતિઓ સંગઠનના લોકોએ પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે.
ધારેશ્વર સરપંચ દિલીપભાઈ સોજીત્રાએ જણાવ્યું અમારી સાથે ખેડૂતો માલધારી બધા આવ્યા છીએ અમારો ડેમ બચાવો અમારા વિસ્તારમાં બે મોટા ભરીડીયાઓ આવેલ છે અમારું ગામ 6 કિલોમીટર છે છતાં ધ્રૂજે છે એવું તો બ્લાસ્ટિંગ કરે છે ડેમ તૂટી જાય તેવી શકયતા છે ખેડૂતોના કુવાના તળ નીકળી ગયા છે ખેડૂતોના ખેતરોમાં માટી ઉડે છે નુકસાન જાય છે અગાવ પણ લેટર લખ્યા છે છતાં કોઈ જવાબ આપ્યો નથી અધિકારીઓની મિલીભગતથી ભરડીયાઓ ચાલી રહ્યા છે બંધ નહિ કરે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
દોઢ લાખની વસ્તીમાં ધાતરવડી ડેમ ખેડૂતોનો જીવાદોરી સમાન
રાજુલા તાલુકામાં આવેલ ધાતરવડી ડેમ 1 સ્થાનિક ભાક્ષી,ધારેશ્વર,મોટા આગરિયા,દીપડીયા,વાવેરા,ચારોડીયા,સહિત આસપાસના ડેમ નીચે આવતા ગામડાઓ માટે આશીર્વાદરૂપ છે આખું વર્ષ આ ધાતરવડી ડેમ માંથી પાણી મળી રહે છે હાલ ધાતરવડી ડેમ નજીક હોવાને કારણે બ્લાસ્ટિંગ સતત વધી રહ્યું છે. જેના કારણે આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ પણ ખૂબ જ થાય છે. જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે તાત્કાલિક ખેડૂતોના હિતમાં ભરડીયાઓ બંધ કરવા ઉગ્ર રજૂઆતો ખેડૂતો કરી રહ્યા છે.ગૌરક્ષા હિત રક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવો ટ્રસ્ટ ના ચેતન વ્યાસ દ્વારા લેખિત રજૂઆતમાં એવું જણાવેલ છે કે, બે માસપાસના વિસ્તારમાં ડેમ આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટિકની અને ખનન પ્રવૃત્તિ પ્રતિબંધિત હોવા છતાં આ બ્લેક ટ્રેપ ની કવોરી લીઝને શા માટે મંજૂરી આપવામાં આવી. અને કોના આશીર્વાદથી મંજૂરી આપવામાં આવી તેવો સવાલ પણ કરવામાં આવેલ છે. સિંચાઇ વિભાગ દ્વારા પણ આ કોરી લીધો તાત્કાલિક અસરથી બંધ કરવાનું પત્રો દ્વારા જણાવવામાં આવેલ હોવા છતાં શા માટે આ ભરડીયાઓ ચાલુ છે તેઓ સવાલ પણ શ્રી ચેતન વ્યાસે ઉઠાવેલ છે.