- પુત્રએ કરી માતાની હત્યા
- ખટોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે
સુરત સત્યયુગમાં દીકરાઓ સપૂત હતાં પરંતુ કળિયુગમાં કપૂત થઈ ગયા હોય તેવો બનાવ સામે આવ્યો છે. સુરતના ખટોદરામાં 85 વર્ષની માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની હત્યા કરી દીધી હતી. સમી સાંજે બનેલી આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઈ હતી અને દીકરાને ઝડપી પાડ્યો હતો.
બનાવ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતના ખટોદરા પંચશીલ નગરમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની 85 વર્ષના બંગાલી વૃંદાવન બીસ્વાલ તેના પુત્ર ગાંધી બિસ્વાલ અને પુત્રવધુ સાથે રહેતી હતી. પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો અને પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી. સોમવારે મોડી સાંજે માતા ઘરમાં હતી ત્યારે પુત્ર ગાંધી આવ્યો હતો અને માતાએ જમવાનું માંગ્યું હતું.
જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી અને અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો.આ હુમલામાં ગંભીર ઇજા પહોંચતા માતા સ્થળ પર જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી. તેમજ પુત્ર સાથે રહેતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાને લીધે ગાંધી માતા પર છાશવારે અકળાઈ જતો હતો અને આવેશમાં આવી માતાની હત્યા કરી બેઠો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ હુમલામાં ગંભીર ઇજા પહોંચતા માતા સ્થળ પર જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી. પુત્ર સાથે રહેતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાને લીધે ગાંધી માતા પર છાશવારે અકળાઈ જતો હતો અને આ વખતે આવેશમાં આવી માતાની હત્યા કરી બેઠો હતો.
હત્યારાની બહેને અવંતી એ એવી વાત જણાવી હતી કે ભાઈ ભાભી મારી માતાને જમવાનું આપવામાં અનેકવાર લાલિયાવાડી કરતા હતા અને માતાને અનિયમિત ભોજન આપવામાં આવતું હતું. જ્યારે કોઈક વાર મને એમ લાગતું કે આજે માતાને ભોજન નથી મળ્યું તો હું પોતે ભોજન આપવા જતી પણ ભાઈ આ બાબતે પણ મારી સાથે બબાલ કરતો હતો.