- 97 વર્ષ પહેલા રાજાશાહીના સમયમાં બનેલી બિલ્ડીંગને તોડીને
- આઠ માળનો 2147 બેડની ક્ષમતા સાથે આંખ, કાન, ગળા જનરલ અને ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર ની સુવિધાઓ થશે ઉપલબ્ધ
જામનગરમાં 97 વર્ષ પહેલા રાજાશાહીના સમયમાં બનેલી અને તે વખતે તેમજ આજે પણ સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જૂની ઈરવીન અને હવે ગુરુગોવિંદસિંહ હોસ્પિટલના બિલ્ડીંગને તોડીને તેના સ્થાને રૂ.500 કરોડના ખર્ચે નવું આધુનિક 8 માળનું સુવિધાસભર બિલ્ડીંગ બનાવવાનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે. હવે રાજ્યના આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગની મંજૂરી બાદ વહેલી તકે જુનું બિલ્ડીંગ તોડીને તેના સ્થાને નવું બિલ્ડીંગ બનાવવાની કામગીરી શરુ થશે.
જી. જી. હોસ્પિટલના જુના બિલ્ડીંગના વોર્ડઝ અને બેડની વાત કરીએ તો કાન-નાક-ગળાના વોર્ડમાં 35, આંખના વિભાગમાં 60 અને મેડિસીન સહિતના અન્ય 103 બેડ છે. ઉપરાંત આઈસીયુના 27, ઓર્થોપેડિક વિભાગના 119 અને અન્ય 176 બેડ, સર્જરીના 226 બેડ, ટ્રોમા બિલ્ડીંગમાં 16, બાળકોના વિભાગમાં 235, ગાયનેક (પ્રસુતિ) વિભાગમાં 240 મળીને કુલ 1237 બેડઝની સુવિધા છે. આગામી સમયમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મંજૂરી મળતા જુની હોસ્પિટલના આ તમામ વોર્ડનું સ્થળાંતર કરાવીને તેના સ્થાને રૂ. 525 કરોડના ખર્ચે નવી ગ્રાઉન્ડ પ્લસ 8 માળની હોસ્પિટલ બનશે. જે માટેનું ટેન્ડર મંજૂર થઈ ચુક્યું છે.જે નવું બિલ્ડીંગ બનેશે તેમાં ઓપીડી, ઓર્થોપેડિક,આઈસીયુ, મેડિસીન, સર્જરી, ટ્રોમા, માત-બાળ (પ્રસુતિ વિભાગ) એમ 7 બ્લોક્સ બનાવવામાં આવશે. જે તમામ આંતરિક રીતે જોડાયેલા હોવાને કારણે દરેક માળ દીઠ વિભાગોની રચના થશે. જેને કારણે હાલની 1237 બેડની ક્ષમતા વધીને 2147 બેડની ક્ષમતા થશે. તેવું આયોજન છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ જ્યાં સુધી કામ આગળ નહીં વધે ત્યાં સુધી જી. જી. હોસ્પિટલનું 97 વર્ષ પહેલાનું માળખું રોજના 3 હજાર દર્દીઓની ઓપીડીનો બોજ સહન કરતું રહેશે. હાલના ધસારા સામે આ માળખું ટુંકું પડે છે. જે ઠેર-ઠેરની કતારો પરથી જોઈ-અનુભવી શકાય તેવી બાબત છે.
- નવા ગ્રાઉન્ડ પ્લસ આઠ માળના બિલ્ડીંગમાં સુવિધાથી ભરપૂર
- ટ્રોમા સેન્ટર, પીડિયાટ્રીક, આઈસીયુ, સર્જરી, આંખ, કાન- નાક-ગળા, ઓર્થોપેડિક ઓપીડી.
આંખ, કાન-નાક-ગળા, જ્નરલ અને ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરો વિભાગ નવનિર્માણ પામશે હાલ કુલ 1237માંથી 2147 બેડની ક્ષમતા થઈ જશે. દર્દીઓ માટે સ્ટ્રેચર અને ડોક્ટરો, સ્ટાફ તેમજ પબ્લિક માટે કુલ 26 લીફ્ટો રહેશે. આધુનિક ફાયર સેફ્ટી તથા ઈમર્જન્સી એક્ઝિટ માટે વિશાળ રેમ્પ તેમજ આગળના ભાગમાં પાર્કિંગ તેમજ પાછળ સર્જાયેલી જ્ગ્યાઓમાં પણ પાર્કિંગ.
વર્ષ 1927માં 56 બેડ સાથે જામ રાજવી દ્વારા હોસ્પિટલની સ્થાપના કરાઈ હતી, જેને બ્રીટીશ લોર્ડ ઈરવીનનું નામ આપવામાં આવ્યું હતું. જરૂરીયાત વધતા 1954માં મેડિક્લ કોલેજ સાથે હોસ્પિટલનું જોડાણ થયું. 1955માં બેડની સંખ્યા 170 કરવામાં આવી. વર્ષ 2000માં હોસ્પિટલને ગુરૂગોવિંદસિંહજીનું નામ અપાયું
- જુનું બાંધકામ હોવાથી રોજીંદા નાના-મોટા કામોની તક્લીફો થાય: સિવિલ સુપ્રીટેન્ડેડ દિપક તિવારી
- અબતક સાથેની વાતચીતમાં જીજી હોસ્પિટલ ના સિવિલ દિપક તિવારીએ જણાવ્યું હતું કે
વર્ષ 1927માં 56 બેડ સાથે જામ રાજવી દ્વારા હોસ્પિટલની સ્થાપના કરાઈ હતી, જેને બ્રીટીશ લોર્ડ ઈરવીનનું નામ આપવામાં આવ્યું હતું. જરૂરીયાત વધતા 1954માં મેડિક્લ કોલેજ સાથે હોસ્પિટલનું જોડાણ થયું. 1955માં બેડની સંખ્યા 170 કરવામાં આવી. વર્ષ 2000માં હોસ્પિટલને ગુરૂગોવિંદસિંહજીનું નામ અપાયું. હોસ્પિટલમાં 650 ડોક્ટરો, 813નો નર્સીંગ સ્ટાફ, વર્ગ-4નું 40 વર્ષ જુનું સેટઅપ જી. જી. હોસ્પિટલમાં 250 કાયમી ડોક્ટરો, 50 સિનિયર ડોક્ટરો (પ્રોફેસરો), 350 રેસિડેન્ટ ડોક્ટરો હાલ ફરજ બજાવી રહ્યા છે. હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફની સંખ્યા 813 છે. તેમજ વર્ગ-4ના કાયમી અને આઉટ્સોર્સિંગના કર્મચારીઓની સંખ્યા માત્ર 378 જ છે. આ સેટ- અપ 40 વર્ષ જુનું હોવાથી હોસ્પિટલના રોજીંદા વહિવટમાં નાના-મોટા કામોની તક્લીફો સર્જાતી રહે છે.