#MaJaNiWedding ટ્રેન્ડ કરી રહ્યું છે, જેમાં ચાહકો અને અનુયાયીઓ દંપતીની ખાસ ક્ષણોની ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમજ પૂજા અને મલ્હાર, બંને પ્રિય કલાકારોએ તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીથી ચાહકોને જીતી લીધા છે, અને હવે તેમની વાસ્તવિક જીવનની લવ સ્ટોરી ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. આ દંપતિ, જેમણે સ્ક્રીન પર અને બહાર લોકોના હૃદયને કબજે કર્યું છે, તેમણે #MaJaNiWedding સાથે તેમના લગ્નની તારીખોની જાહેરાત કરી, ચાહકોને ઉત્સાહના ઉન્માદમાં મોકલ્યા.
ત્યારે આજ રોજ તારીખ 25 નવેમ્બરના હલ્દી સેરેમની યોજાઇ હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા ગજાના કલાકારો અને ફિલ્મી સીતારાઓએ હાજરી આપી હતી. અને તમામ લોકો સંગીતના તાલે ઝૂમ્યા હતા.
View this post on Instagram
આજ રોજ મલ્હાર ઠાકોર અને પૂજા જોશીની હલ્દી સેરેમની છે. હલ્દીમાં પૂજાએ બ્લૂ કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે અને મલ્હારે મલ્ટી કલરનો કુર્તો પહેર્યો છે. હલ્દીમાં મલ્હાર ઠાકોર અને પૂજા જોશી બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તેમજ હલ્દી રસમમાં ઘણા ગુજરાતી સેલિબ્રીટીઝ મલ્હાર અને પૂજાના રંગમાં રંગાયા છે.
થોડા દિવસો અગાઉ લગ્નને લઇ સમાચાર સામે આવ્યા હતા કે ઓસમાણ મીર અને તેમના દીકરા આમિર મીર #MaJaNiWedding માં સંગીત પરફોર્મ કરવાના છે. આ સાથે પૂજા અને મલ્હારના મહેંદીની પણ તસ્વીરો કલાકરોએ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં #MaJaNiWedding ની એક ખાસ તસવીર પ્રોડ્યુસર જિગર ચૌહાણે પણ શૅર કરી છે જેમાં તેમણે પૂજા અને મલ્હારને તેમના હલ્દી અને મહેંદી સેરેમની માટેની શુભેચ્છા આપી છે. આ તસ્વીરમાં પૂજા ઇયરિંગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.