- વિવિધ સ્પર્ધાઓમાં ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લીધો ભાગ
- સ્પર્ધાઓના અંતે વિજેતા ને ઇનામોથી કરાયા પ્રોત્સાહિત
- સ્પર્ધાઓને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષક મિત્રોએ ઉઠાવી જહેમત
અબડાસા: સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે લોકશાહીના આધારરુપ ચૂંટણી અને ચૂંટણીની પ્રક્રિયાની પૂર્વ તૈયારીના ભાગરુપ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર તેમજ મતદાર અને મતદાન બાબતની મૌલિક વિચારોની અભિવ્યક્તિની સ્પર્ધાનુ આયોજન આચાર્ય ડૉ વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ NSS ઓફીસર રમેશ ડાભી અને SPC ઓફીસર અલ્પેશ જાની દ્વારા કરવામાં આવેલ હતુ. જેમાં ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ હતો. પોતાની પરિકલ્પનાઓના રંગો વડે મતદાન અને મતદાર સંદર્ભે ચિત્રો દોરી તેમજ મૌલિક વિચારો વડે થોડામાં ઘણુ કહી સ્પર્ધામાં હોંશભેર ભાગ લીધેલ હતો. સ્પર્ધાના અંતે ચિત્ર સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓમાં અનુક્રમે દામા વંશીકા (ધો. 10), ભાનુશાલી શ્રેયા (ધો-9) અને ભાનુશાલી વંશી (ધો -10) રહેલ હતા.
જ્યારે વિચાર અભિવ્યક્તિના વિજેતાઓમાં પ્રથમ સોરા હસણ (ધો-11) અને દ્વિતિય ક્રમે ગામોત ક્રિષ્ના (ધો-12) રહેલ હતા. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયકોમાં આશા પટેલ, અલ્પા ગોસ્વામી અને કિશન પટેલ અને મૌલિક વિચાર અભિવ્યક્તિ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બાબુ પરમાર, અલ્પેશ જાની અને રમેશ ડાભીએ સેવાઓ આપેલ હતી. આ બન્ને સ્પર્ધાઓના સંકલનની સંપૂર્ણ જવાબદારી ભૂમિબેન વોરાએ સંભાળેલ હતી. સ્પર્ધાઓને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી.
અહેવાલ: રમેશ ભાનુશાલી