Hot Bag or Ice Bag : ઘણા લોકો મચકોડ કે હાથમાં પીડા કે રમત રમતા કોઈ ઈજા થાય તો ગરમ શેક કરે છે અથવા તો આઈસ બેગનો શેક કરે છે. તો ક્યારે શેનો શેક કરવો તે ખબર હોતી નથી. તો જાણો કે ગરમ શેક ક્યારે કરવો અને આઈસ બેગનો ક્યારે ઉપયોગ કરવો.
હોટ બેગ્સનો ઉપયોગ :
સ્નાયુઓમાં દુખાવો , ક્રોનિક પીડા, પગની ઘૂંટીમાં દુખાવો, શસ્ત્રક્રિયા અથવા ઓપરેશન પછી દુખાવો અથવા સંધિવા, વૃદ્ધાવસ્થાની સંભાળ, મચકોડ અને ઘાવ માટે હોટ બેગ્સનો ઉપયોગ થાય છે.
આઈસ પેકનો ઉપયોગ :
બરફનો ઉપયોગ સોજો અને બળતરા તેમજ તીવ્ર ઇજાઓ અથવા પીડા માટે થાય છે. આ ઉપરાંત પીઠના સ્નાયુઓના તાણ માટે બરફનો ઉપયોગ સામાન્ય રીતે ઈજા પછીના પ્રથમ 48 કલાક દરમિયાન સૌથી વધુ મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત પગની ઘૂંટીમાં મચકોડ જેવી ઇજાઓ પછી ઘણીવાર આઈસ પેકનો ઉપયોગ કરવામાં આવે છે. તે ડોક્ટરની સલાહ મુજબ કરવો.
વાત એ છે કે, કઈ પરિસ્થિતિઓમાં ગરમ શેક જરૂરી છે અને કંઈ પરિસ્થિતિમાં આઈસ પેકની જરૂર છે. આ ઉપરાંત કેટલીકવાર એક જ સારવારમાં બંનેનો સમાવેશ થઈ શકે છે. તો સામાન્ય નિયમ તરીકે, સોજો અને તીવ્ર ઇજાઓ અથવા પીડા માટે બરફનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે રમત રમતા પગમાં મચકોડ હોય તો આઈસ પેક યુઝ કરી શકાય છે. આ સાથે સ્નાયુઓમાં દુખાવો થતો હોય તો ગરમ પાણીનો શેક કરવો જોઈએ.
“ઇજા પછીના પ્રથમ 72 કલાક માટે બરફએ એક સારો વિકલ્પ છે. કારણ કે તે સોજો ઘટાડવામાં મદદરૂપ છે. જ્યારે બીજી બાજુ બરફનો શેક કરવાથી તેનાથી ગરમી ઉત્પન્ન થાય છે. તેમજ તે સખત સાંધાઓને શાંત કરવામાં અને સ્નાયુઓને આરામ કરવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત કોઈપણ વિકલ્પનો ઉપયોગ એક સમયે 10 થી 15 મિનિટથી વધુ સમય માટે થવો જોઈએ નહીં.
મહિલાઓએ પિરિયડના દુખાવા માટે લગભગ 15-20 મિનિટ માટે પીડાદાયક વિસ્તાર પર ગરમ બેગ મૂકો. ત્યારપછી ફરીથી શેક કરતાં પહેલા થોડો આરામ લો. આમ અંતર રાખવાથી સ્નાયુઓને અથવા સ્કીનને વધુ ગરમ કર્યા વિના આરામ મળે છે. આથી સ્કીન બળે નહીં તે માટે હંમેશા બેગ અને તમારી સ્કીન વચ્ચે કાપડ મૂકો. ક્યારેય શેક સીધો સ્કીન પર ન કરવો. વચ્ચે કાપડ અવશ્ય રાખવું જરૂરી છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.