- વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામો આપી કરાયા સન્માનિત
ક્રાઇસ્ટ કોલેજ, રાજકોટ છેલ્લાં 25 વર્ષથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉચ્ચ શિક્ષણની દીવાદાંડી છે. ક્રાઇસ્ટ કોલેજ દ્વારા ઇન્ટર સ્કૂલ સ્ટેટ લેવલ કોમ્પિટિશન સ્પંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પંદનનું આ છઠ્ઠું સંસ્કરણ ભવ્ય રીતે હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 500 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ક્રાઇસ્ટ કોલેજના ડિરેક્ટર ફાધર જોમોન થોમનના દ્વારા કેમ્પસના ફાઇનાન્સ એડમિનિસ્ટરેટર ફાધર સ્ટેનલી, અધ્યાપકો અને અન્ય મહાનુભાવોનાં ઉપસ્થિતિમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ આંતર શાળાકીય સ્પર્ધા જેવી કે સિંગિંગ,, એક્સ્ટમ્પોર, ક્વિઝ, રંગોલી, કમ્પ્યુટર ગેમ્સ, સ્કિટ, ગ્રુપ ડાન્સ અને પોસ્ટર પ્રેઝન્ટેશન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ કેટેગરીના વિજેતા ખેલાડીઓને વિશેષ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યની વિવિધ સ્કૂલથી આવેલા તમામ વિદ્યાર્થીઓએ આ આયોજનને બિરદાવ્યું હતું અને ખુબ જ ઉત્સાહથી વિવિધ સ્પર્ધામા ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં તમામ સ્પર્ધા માટે વિશેષ નિર્ણાયકને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં દરેક કેટેગરીના વિજેતા સ્પર્ધકોને ખાસ ઈનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. મંથન જોશી હાજર રહ્યા હતા. રંગોલી કોમ્પિટિશનના નિર્ણાયક તરીકે અનુજાબેન શાહ પણ અમારા આમંત્રણને માન આપી હાજર રહ્યા હતા.
ડાયરેક્ટર ફાધર જોમોન થોમને જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજન વિદ્યાર્થીઓના મનોબળને વધારે છે અને તેમને આવી શૈક્ષણિક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે, જેમાં નવું કૌશલ્ય વિકસે છે. તેમણે સ્પંદન-2025ના આયોજનને સફળ બનાવા માટે સ્પંદનના ચીફ કેનવેનર દેવાંગ મેહતા (આસિસ્ટન્ટ પ્રોફસર), ક્રાઇસ્ટ કોલેજના અધ્યાપકો અને પુરી ટિમને અભિનંદન પાઠવ્યા હતા.
સ્પર્ધામાં ભાગ લેનાર દરેક છાત્રોને બિરદાવાયા: દેવાંગ મહેતા
‘અબતક’ની સાથે વાતચીત દરમિયાન દેવાંગ મહેતાએ જણાવ્યું હતું કે,સ્પંદન 2024 ના ક્ધવીનર છું. આ ઇવેન્ટ દરેક સ્કૂલના છોકરાઓ માટે કરવામાં આવે છે. જેમાં ધોરણ 9 થી 12 ના છોકરાઓ આ ગેમ્સમાં ભાગ લઈ શકશે. અક્રોસ ગુજરાત અને બધી સ્કૂલની ઇન્વાઇટ કરી છે, નિષ્ણાત તરીકે બોલાવવામાં આવ્યા છે અને છેલ્લે બધા જ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે.
સ્પંદન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાશક્તિ ખીલી ઉઠી: નિખિલ ધામેચા
‘અબતક’ની સાથે વાતચીત દરમિયાન નિખિલ ધામેચાએ જણાવ્યું હતું કે, આજે અમારી સ્કૂલના સ્ટુડન્ટ સ્પંદન 2024 ના કાર્યક્રમમાં જોડાયા છે, જે બદલ અમે અહીંયા ખુબ જ સારો એક્સપિરિયન્સ કરેલો છે ખુબ જ સારું ઓર્ગેનાઈઝેશન કરેલું છે. જે કંઈ પણ કોમ્પિટિશન થઈ છે તેના માટે વિદ્યાર્થીઓ પણ સારું પર્ફોમન્સ કરી રહ્યા છે આવા સુંદર આયોજન બદલ ક્રાઇટ કોલેજ અને સ્પંદન ટીમને અભિનંદન પાઠવું છું.
ક્રાઇસ્ટ કોલેજમાં સ્પંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન: નેહા જંગબારી
‘અબતક’ની સાથે વાતચીત દરમિયાન નેહા જંગબારી જણાવ્યું હતું કે ક્રાઈસ્ટ કોલેજ દ્વારા સ્પંદન-2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક સ્ટેટ લેવલ સ્કૂલ કોમ્પિટિશન છે જેમની અંદર આઠ અલગ અલગ કોમ્પિટિશન રાખેલી છે. ગુજરાત ભરતી ટોટલ 15 સ્કૂલના લગભગ 500 જેટલા બાળકો આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થયા છે.