- ધંધુકા-ધોલેરા હાઇવે પર કાર પલટી જતાં 1 વ્યક્તિનું મો*ત, 5 લોકો ઇજાગ્રસ્ત
- ધોલેરા-ભાવનગર હાઇવે પર એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો, 5 મુસાફરોને ઇજાઓ પહોંચી
- એમ્બુલન્સ સહિત કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો
આજે વહેલી સવારે ધોલેરા હાઇવે બે અકસ્માતો સર્જાયા છે. તેમાં એક ધંધુકા-ધોલેરા હાઇવે પર કાર પલટી જતાં એક વ્યક્તિનું મો*ત નીપજ્યું હતું. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો બીજી તરફ ધોલેરા-ભાવનગર હાઇવે પર એક ખાનગી બસ ખાડામાં ખાબકી જતાં 5 લોકોને ઇજા પહોંચી હતી. આ દરમિયાન ધોલેરા હાઇવે પર સર્જાયેલા 2 અકસ્માતોમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
અનુસાર માહિતી મુજબ, ગુજરાતના હાઇવે દિવસે દિવસે લોહિયાળ બનતાં જાય છે. સતત અકસ્માતોની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર આજે ધોલેરા-ધંધુકા હાઇવે પર અલીયાસર મહાદેવ મંદિર નજીક 1 કારને ગોજારો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. હાઇવે પરથી પસાર થઇ રહેલી કાર અચાનક પલટી ખાઇને રસ્તાની સાઇડમાં ઉતરી ગઇ હતી અને ત્યારબાદ પાણીમાં ખાબકતાં મોત નિપજ્યું હતું. જ્યારે 5 લોકોને ઇજા પહોંચી હતી.
ત્યારે બીજી તરફ ધોલેરા-ભાવનગર હાઇવે પર એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. આ ખાનગી બસ ભાવનગરથી અમદાવાદ જઇ રહી હતી. આ દરમિયાન અચાનક પલટી ખાઇ જઇને ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 મુસાફરોનેઇજાઓ પહોંચી હતી. જો કે સદનસીબે કોઇ હાનહાનિ સર્જાઇ નથી. આમ આજે સર્જાયેલા 2 અલગ-અલગ અકસ્માતો સર્જાયા હતા. જેમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે 5 લોકો ઇજા પહોંચી છે.
અકસ્માતની જાણ થતાં એમ્બુલન્સ સહિત કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્યાં તેમની સારવાર ચાલી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.