- રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળાનુ આયોજન
- મોટી સંખ્યામા નોકરી દાતાઓ રહ્યા ઉપસ્થિત
- મેળા અંતર્ગત ઉમેદવારોના ઇન્ટરવ્યૂ મેળવી સ્થળ પર જ અપાય છે નોકરી
Jamnagar : અનેક નાની-મોટી કંપનીઓ આવેલી છે. આથી અહીં રોજગારીની વિપુલ તકો રહેલી છે. યુવાનોની પહેલી પસંદ સરકારી નોકરી હોઈ છે, પરંતુ ખાનગી કંપનીમા પણ નોકરીની સારી તકો રહેલી છે. ત્યારે જીલ્લામાં રોજગારી કચેરી દ્વારા દર અઠવાડિયા, ત્રણ મહિને અને છ મહિનાના સમયગાળામા રોજગાર ભરતી મેળનું આયોજન કરવામાં આવે છે. રોજગાર કચેરી ખાતે યોજાયેલ મેળામાં નોકરીની શોધમા અનેક યુવક-યુવતીઓ ભાગ લે છે. જેમાં મોટી સંખ્યામા નોકરી દાતાઓ આવે છે અને કચેરીમા જ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ મેળવી તેમને સ્થળ પર જ નોકરી આપે છે.
મળતી માહિતી મુજબ, આજના યુગમા નોકરી મેળવવી ખુબ જ મુશ્કેલ બની ગઈ છે. મોટા ભાગના ખાનગી કંપનીમા નોકરી કરવાને બદલે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે. જો કે સરકારી રોજગાર કચેરીમા વિવિધ ભરતી મેળા યોજીને યુવાનોને નોકરી મળે તેવા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે જામનગરમા છેલ્લા કેટલાક સમયથી યુવાનોમા ખાનગી કંપનીઓમા નોકરી કરવા માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જામનગરમા અનેક નાની-મોટી કંપનીઓ આવેલી છે. આથી અહીં રોજગારીની વિપુલ તકો રહેલી છે. તેમજ યુવાનોની પહેલી પસંદ સરકારી નોકરી હોઈ છે, પરંતુ ના છૂટકે તેઓ ખાનગી કંપનીમા નોકરી માટે આવે છે. તેમજ કેટલાક યુવાનો એવા પણ છે જેઓનું માનવું છે કે ખાનગી કંપનીમા નોકરી કરવાથી પણ કરિયર સારું બની શકે છે. રોજગાર કચેરી ખાતે નોકરીની શોધમા અનેક યુવક- યુવતીઓ ભાગ લે છે અને સ્થળ પર જ નોકરી મેળવે છે.
જામનગર જિલ્લામા રોજગારી કચેરી દ્વારા દર અઠવાડિયા, 3 મહિને અને 6 મહિનાના સમયગાળામા રોજગાર ભરતી મેળનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળી સંખ્યામા નોકરીદાતાઓ આવે છે અને કચેરીમા જ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ મેળવી તેમને સ્થળ પર જ નોકરી આપે છે. જામનગર રોજગાર કચેરી ખાતે છેલ્લા એક વર્ષમા 1400થી વધુ યુવાનોને નોકરી મળી છે. જેમાં 135 કંપનીવાળાઓ આવ્યા હતા.
આજના યુવાનો સરકારી નોકરી મેળવવા માટે આંતરિક દોટ મૂકી રહ્યા છે. સરકારી નોકરીમાં હરણફાળ સ્પર્ધા હોવાને કારણે તમામ યુવાનોને નોકરી મળતી નથી, જો કે આજે અનેક મોટી મોટી ખાનગી કંપનીઓ છે, જેમાં નોકરીની વિપુલ તકો રહેલી છે.
અહેવાલ : સાગર સંઘાણી