- રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- સુરત પોલીસ, SMC અને ખાનગી એજન્સીઓ દ્વારા હાથ ધરાયો પાયલોટ પ્રોજેક્ટ
- પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ એન્જીનીયરિંગ ફેરફારો લાવવા કરાઈ વિચારણા
- રિક્ષા પાર્કિંગ અલોટ કરવું , ડીવાઇડરો નાના કરવા, રોડ પહોળા કરવા જેવા મુદ્દાઓ પર કરાઈ ચર્ચા
- પ્રોજેક્ટ કિન્નરી સિનેમા થી લઇને દિલ્હી ગેટ સુધી હાથ ધરાશે
Surat : રિંગરોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હંમેશા શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન બની છે. તેથી રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ દરમિયાન પાયલોટ પ્રોજેક્ટ સુરત પોલીસ, SMC અને ખાનગી એજન્સીઓ દ્વારા હાથ ધરાયો છે. આ ઉ[પ્રાંત પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ એન્જીનીયરિંગ ફેરફારો લાવવા વિચારણા કરાઈ હતી. તેમજ રિક્ષા પાર્કિંગ અલોટ કરવું , ડીવાઇડરો નાના કરવા, રોડ પહોળા કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત પ્રોજેક્ટ કિન્નરી સિનેમાથી લઇને દિલ્હી ગેટ સુધી હાથ ધરાશે.
અનુસાર મ્નાહીતી મુજબ, રિંગરોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હંમેશા શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન બની છે. તેમજ રીંગ રોડ વિસ્તારમાં ઘણી બધી માર્કેટો આવેલી છે. જ્યાં રોજના લાખો લોકોની અવરજવર રહે છે. જેને લઈને પિક અવર્સમાં તો લોકોએ ટ્રાફિકને લઇને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે આ વાતને ઘ્યાને લઇને સુરત પોલીસ , SMC અને ખાનગી એજન્સી દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આ કઈ રીતે ટ્રાફિકની સમસ્યા ઓછમાં ઓછી થઈ શકે તે માટે વિચારણા કરવામાં આવી હતી.
જેમાં આ વિસ્તારમાં વિવિધ એન્જીનીયરિંગ ફેરફારો જેવા કે રિક્ષા માટે પાર્કિંગ અલોટ કરવું , ડીવાઇડરો નાના કરવા , રોડ પહોળા થાય જેવા અનેક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું અને આગામી સમયમાં આ અંગે પગલાં ભરવામાં આવશે. જેથી કરીને આ વિસ્તારમાં ટ્રાફિક ની સમસ્યા દૂર થાય અને શહેરીજનો ને ફાયદો થાય.. આ પ્રોજેક્ટ હાલમાં કિન્નરી સિનેમાથી લઇને દિલ્હી ગેટ સુધી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતનો પ્રોજેક્ટ હાથ ધરાશે. જેથી કરીને શહેરીજનોના સમય અને ઇંધણ બંનેની બચત થઈ શકે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય