વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF)માં ભાગ લેવા માટે સોમવારે દાવોસ પહોંચ્યા છે. મોદીએ અહીં 40 ગ્લોબલ સીઈઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે અહીં કહ્યું હતું કે, ભારતનો મતલબ બિઝનેસ છે. તેમણે અહીં ભારતમાં બિઝનેસ ઓપચ્યુરનિટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દેશના વિકાસની પણ વાત કરી છે.
મોદીની સાથે હાજર હતા ઘણાં સીનિયર ઓફિસર
– ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અહીં મોદીની સાથે સીનિયર ઓફિસર વિજય ગોખલે, એસ.જયશંકર અને રમેશ અભિષેક પણ હાજર હતા.
– મોદી સાથે 40 ગ્લોબલ કંપનીના સીઈઓ અને 20 ભારતીય કંપનીઓના સીઈઓ પણ હાજર રહ્યા હતા.
– મીટિંગ પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને કહ્યું છે કે, મોદીએ CEOs સાથેની ચર્ચામાં સતત ગ્રોથની વાત સામે મુકી છે.
– નોંધનીય છે કે, મોદી 20 વર્ષમાં એવા પહેલા વડાપ્રધાન છે જેઓ દાવોસ સમિટમાં સામેલ થયા છે.સમિટમાં 2000 કંપનીઓના સીઈઓ ભાગ લઈ રહ્યા છે