- સાયબર ક્રાઇમ સેલ પોલીસે બોગસ પેઢીઓ, ખોટા દસ્તાવેજો ઉભા કરતા 6 આરોપીઓને ઝડપી પાડ્યા
- આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન, 11 અલગ અલગ બેંક એકાઉન્ટના ડેબીટ કાર્ડ મળી આવ્યા
- સમગ્ર મામલે એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો
Surat : સાયબર ક્રાઇમ સેલ પોલીસે બોગસ પેઢીઓ, ખોટા દસ્તાવેજો ઉભા કરતા 6 આરોપીઓને ઝડપી પડ્યા. આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન, 11 અલગ અલગ બેંક એકાઉન્ટના ડેબીટ કાર્ડ મળી આવ્યા હતા. તે ઉપરાંત રોકડા રૂપિયા 49 હજાર એમ કુલ રૂપિયા 1.00.000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. સમગ્ર મામલે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સાયબર ક્રાઇમ સેલ પોલીસે બોગસ પેઢીઓ, ખોટા દસ્તાવેજો ઉભા કરી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન ઉત્રાણ વિસ્તારના MBC કોમ્પ્લેક્સ માંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસને આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન, 11 અલગ અલગ બેંક એકાઉન્ટના ડેબીટ કાર્ડ મળ્યા હતા. તે ઉપરાંત રોકડા રૂપિયા 49 હજાર એમ કુલ રૂપિયા 1,00,000નો મુદ્દામાલ મળી આવ્યો છે. તેમજ આરોપીઓ બોગસ પેઢીઓ, ખોટા દસ્તાવેજો ઉભા કરતા હતા.
આ ઉપરાંત તેનું બેંકોમાં ખરા તરીકે ઉપયોગ કરી બોગસ પેઢીઓના નામે કરન્ટ બેંક એકાઉન્ટો ઓપન કરાવતા હતા. તેમજ બેંક ખાતા ધારકોના સેવીંગ બેંક એકાઉન્ટો મેળવતા અને સાયબર ક્રાઇમના ગુન્હાને અંજામ આપતાં હતા. આ સમગ્ર મામલે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય