- નવનિયુકત બોર્ડ ઓફ ડિરેકટરોની પ્રથમ બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય: બિનહરી ચૂંટાશે: કાલે સત્તાવાર નિયુકિત
રાજકોટ નાગરીક સહકારી બેન્કના નવા ચેરમેન દિનેશભાઇ પાઠક બનશે જયારે વાઇસ ચેરમેન તદે જીવણભાઇ પટેલની વરણી કરવામાં આવશે. આજે નવા ચુંટાયેલા ર1 બોર્ડ ઓફ ડિરેકટરોની પ્રથમ બેઠક મળી હતી. જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. સહકારી પેનલના તમામ સભ્યો દ્વારા સર્વ સંમતિ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે બન્ને ડિરેકટરોએ ફોર્મ ભર્યા હતા. તેઓની સાથે પણ ફોર્મ ભરાયા નથી. દરમિયાન આવતીકાલે નાગરીક બેન્કના ચેરમેન તરીકે દિનેશભાઇ પાઠકની જયારે વાઇસ ચેરમેન તરીકે જીવણભાઇ પટેલની સત્તાવાર નિયુકિત કરવામાં આવશે
રાજકોટ નાગરીક બેન્કની ચુંટણીમાં આ વખતે ભાજણ વિરૂઘ્ધ ભાજપ જેવો જંગ જોવા મળ્યો હતો. બેન્કના પૂર્વ ચેરમેન કલ્પકભાઇ મણીયારે સંસ્કાર પેનલ મેદાનમાં ઉતારી હતી. બેન્કના ર1 ડિરેકટરોની ચુંટણી પૈકી 7 સહકાર બેન્કના 6 ઉમેદવારો બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા. બાકીની 1પ બેઠકો માટે સહકારી પેનલના 1પ ઉમેદવાર અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. મત રવિવારે યોજાયેલા મતદાન બાદ મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સહકાર પેનલનું બુલડોઝર ફરી વળ્યુંહતું. તમામ 1પ ઉમેદવારો જંગી લીડ સાથે વિજેતા બન્યા હતા. આજે સવારે બોર્ડ ઓફ ડિરેકટરોની પ્રથમ બેઠક મળી હતી. જેમાં ચેરમેન પદ માટે દિનેશભાઇ પાઠકે અને વાઇસ ચેરમેન પદ માટે જીવણભાઇ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણી પ્રક્રિયામાં આજે ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલે સર્વાનુમતે ફોર્મ ભર્યું હતું અને નિયત સમયમાં અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ભરેલ નથી.
ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકના નામ માટે દેવાંગભાઈ માંકડે દરખાસ્ત મૂકી હતી અને ચંદ્રેશભાઈ ધોળકિયાએ ટેકો આપેલ હતો. જયારે વાઈસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલના નામ માટે માધવભાઈ દવેએ દરખાસ્ત મૂકી હતી અને અશોકભાઈ ગાંધીએ ટેકો આપેલ હતો.
દિનેશભાઈ પાઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત કાર્યકર છે. તેઓ નેશનલ ઇન્સ્યુરન્સ કંપનીમાં સીનીયર બ્રાંચ મેનેજર તરીકે કાર્ય કરતા હતા. રાજકોટ નાગરિક સહકારી બેંક લી.માં 2021-2022માં કો-ઓપ્ટ ડીરેક્ટર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ 2022થી ડીરેક્ટર તરીકે કાર્યરત છે. ગેલેક્સી ગ્રુપના જીવણભાઈ પટેલ જાણીતા ઉદ્યોગપતિ છે. વડીલ જીવણભાઈ હસમુખા સ્વભાવના માલિક છે. તેઓએ બેંકમાં 2004 થી 2022 સુધી ડીરેક્ટર તરીકે અને 2015 થી 2020 સુધી વાઈસ ચેરમેન તરીકે સેવા આપી હતી.
આવતીકાલ, શનિવારે સવારે 11 જીલ્લા કલેકટર અને રીટર્નીંગ ઓફીસર શ્રી પ્રભાવ જોશીની ઉપસ્થિતિમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની હેડ ઓફિસ, અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલયના ચોથા માળે આવેલ બોર્ડ રૂમમાં ડીરેકટરોની મીટીંગ યોજાશે અને તેમાં પ્રભાવ જોશી નવા ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલના નામની વિધિવત ઘોષણા કરશે.