- સિનીયોરીટીની અગ્રતા મુજબ સ્થળ પસંદગી કરાવી વતનનો લાભ આપવામાં આવ્યો
- ધોરણ 6 થી 8 મા ફરજ બજાવતા શિક્ષકોની વતનમાં કરાઈ બદલી
જુનાગઢ જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જીલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ 6 થી 8માં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પોતાના વતન થી વર્ષો સુધી દુર રહતા શિક્ષકોને પોતાના વતનના નજીક નોકરીની તક મળે તે હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. શિક્ષકોને સિનીયોરીટીની અગ્રતા મુજબ સ્થળ પસંદગી કરાવી વતનનો લાભ આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ગાંધીનગર શિક્ષણ નિયામકની સુચના મુજબ ધોરણ 6 થી 8 માં ભાષા, ગણિત, વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાનના 46 જેટલા શિક્ષકો માટે ઓફલાઈન કેમ્પ યોજાઈ ગયો હતો. જેમાં કોઈ પણને અન્યાય ન થાય તે અંગેની તકેદારી રાખી સંપૂર્ણ પારદર્શીરીતે પોતાની પસંદગીનું સ્થળ મળી રહે તે મુજબ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધોરણ 6 થી 8 માં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પોતાના વતન થી વર્ષો સુધી દુર રહીને કાર્ય કરતા શિક્ષકોને પોતાના વતનના જીલ્લામાં નોકરી કરવાની તક મળે તે હેતુ થી જુનાગઢ ખાતે અન્ય જીલ્લામાં ફરજ બજાવતા શિક્ષકો કે જેવો પોતાના વતન જુનાગઢ જીલ્લામાં પોતાની સિનીયોરીટી અગ્રતા મુજબ સ્થળ પસંદગી કરાવી વતનનો લાભ આપવામાં આવેલ.
તા.21/11/24 અને ગુરુવારના રોજ યોજાયેલ આ કેમ્પમાં ગાંધીનગર શિક્ષણ નિયામકશ્રી સુચના મુજબ ધોરણ 6 થી 8 માં ભાષા, ગણિત વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાનના 46 જેટલા શિક્ષકો માટે ઓફલાઈન કેમ્પ યોજાઈ ગયો તેમાં નિયમ મુજબની અગ્રીમતા તેમજ સિનીયોરીટી સ્થળ પર વાચી સંભળાવી કોઈ પણ ને અન્યાય ન થાય તે અંગેની તકેદારી રાખી સંપૂર્ણ પારદર્શીરીતે પોતાની પસંદગીનું સ્થળ મળી રહે તે મુજબ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી ભાવશીહ વાઢેર દ્વારા કેમ્પનું સફળ આયોજન તેમજ સંચાલન કરી જુનાગઢ જીલ્લામાં બદલી કરાવી આવતા શિક્ષકોને આવકારાયા હતા અને શિક્ષકોને સ્થળ પર જ બદલીના ઓર્ડરનું વિતરણ કરાયું હતું.
વનીતાબેન ચાવડા કે જેઓ 24 વર્ષથી પોતાના વતન થી દુર રહી નોકરી કરતા હતા તેમને આ કેમ્પમાં પોતાના વતનમાં જગ્યા મળી જતા તેઓં એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે આ પ્રમાણેના પારદર્શી કેમ્પનું આયોજન કરવામાં આવે છે તે ખુબ સારી બાબત છે અને અમે અમે અમારા વતનમાં પરિવારની ચિંતા થી મુક્ત થઇ યોગ્ય રીતે ફરજ નિભાવી શકીશું.
રિપોર્ટર: ચિરાગ રાજ્યગુરુ