કિંજલ રાજપ્રિયા ખૂબ લોકપ્રિય અભિનેત્રી છે. ત્યારે આ સમયે કિંજલ રાજપ્રિયાએ હાલમાં જ સોશિઅલ મીડિયા પર તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. તેના ફોટોઝ જોવા તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોતાં હોય છે. તેણીએ પહેરેલા આઉટફિટ્સે લોકોનું ધ્યાન ખેચાયું છે. તેણીએ રેડ અને બ્લૂ કલરનું ઇન્ડો-વેસ્ટર્ન પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. તેણીએ તેના કેપ્શનમાં લખ્યું છે કે, “ઓઢણી, ઢીંગલી અને પાકીટ- નાનપણથી સતત જોડે રહેલો ટેકો #ChildhoodProps #Dupatta #Doll #Purse”
કિંજલ રાજપ્રિયાએ શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. તેણીના ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી. તેણીએ હેન્ડવર્ક કરેલ આઉટફિટ પહેર્યું છે. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર અને ગોર્જિયસ લાગી રહી હતી. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ગળામાં નેકલેશ અને હાથમાં બેંગલ્સ પહેરી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.