આહવા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળામાં ‘જાતિય ગુનાઓ સામે બાળકને રક્ષણ આપતો અધિનિયમ-2012 (POCSO)’ વિષયક સેમિનાર યોજાયો. તારીખ 20 નવેમ્બરના રોજ ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.મનિષા એ. મુલતાની તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કમલેશ ગીરાસેના માર્ગદર્શન હેઠળ એકલવ્ય મોડેલ રેસિડન્સીયલ સ્કુલ આહવા ખાતે BBBP યોજના હેઠળ જાતિય ગુનાઓ સામે બાળકને રક્ષણ આપતો અધિનિયમ-2012 (POCSO) નું એક દિવસીય સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સાપુતારા SHE-ટીમના સુમિત્રાબેન ગામિત દ્વારા પોક્સો એકટ વિશે માહિતી આપવામાં આવી. તથા ગુડ ટચ બેડ ટચ વિશે નાટ્યાત્મક રીતે હાજર રહેલ વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી તેમજ સાઇબર ક્રાઇમ હેલ્પ લાઇન 1930 વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જ હાલની સ્થીતિએ ટ્રાફિક સમસ્યાને નિવારવા લેવાના સકારત્મક પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત નવા ફોજદારી કાયદા, પ્રોજેકટ સંવેદના, પ્રોજેક્ટ દેવી તથા પ્રવાસી મિત્ર વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ 181 અભયમ હેલ્પ લાઇન વિશે માહિતી આપવામાં આવી હતી. બાળ સુરક્ષા એકમના પ્રોબેશન ઓફીસર જયરામ ગાવિત દ્વારા બાળકોના અધિકારો વિશે તેમજ જુવિનાઇલ જસ્ટીટ કાયદા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. પ્રોબિશન ઓફીસર દિવ્યેશ વણકર દ્વારા તમાકુથી થતા નુકશાન વિશે માહિતી આપી નશામુકત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ સેમિનારમાં શાળાના 420 જેટલા વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકગણ તથા વિવિધ વિભાગોમાંથી આવેલ કર્મચારીઓ ભાગ લીધો હતો.