ઈન્ટરનેટ અને તેની અસરો વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ ભાદરકા તેજસ્વી અને ધામેલીયા હેતવી એ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 2308 લોકો પાસેથી માહિતી મેળવીને એક સર્વે કર્યો
ભારતમાં ઈંટરનેટની બે બાજુઓ છે: રચનાત્મક બાજુ અને ખંડનાત્મક ઉપયોગિતાની દ્ર્ષ્ટિએ એની પ્રથમ બાજુઓ વિચાર કરીએ તો, ઈંટરનેટ એ અકલ્પનિય માહિતીઓનો દરિયો છે. તે મૂળભૂત રીતે માહિતીઓ ભેગી કરવાનું, અન્ય લોકો સાથે સંવાદિતા સાધવાનું, એક કમ્પ્યૂટર પરથી બીજા કમ્પ્યૂટર પર સંશોધનનોનો ઉપયોગ વહેંચવાનું તથા વાણિજ્યિક હેતુ માટે અને મનોરંજનાત્મક હેતુઓ માટે એમ બહુહેતુક રીતે ઉપયોગમાં આવતું માધ્યમ છે. ઈંટરનેટની આપણાં બાળકોના શિક્ષણ અને સ્વાસ્થય પર પણ ભારે વિપરીત અસર પડી રહેલ જોવા મળે છે. વળી, ઈંટરનેટના કારણે ભારત જેવો બેરોજગારીથી પીડાતા દેશમાં બેકારીનું પ્રમાણ પણ ઘણું જ વધી ગયું છે માણસોને દરરોજનો 1.5 જીબી ડેટાએ બેરોજગારીનો એહસાસ થવા નથી દેહતુ અને વધુ લત લગાડે છે. ઈન્ટરનેટ અને તેની અસરો વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ ભાદરકા તેજસ્વી અને ધામેલીયા હેતવી એ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 2308 લોકો પાસેથી માહિતી મેળવીને એક સર્વે કર્યો. જેમાં 1318 પુખ્ત વયના ( 18 થી 60 ) , 360 બાળકો અને 630 તરુણો નો સમાવેશ કરેલ હતો.
પુખ્ત વયના લોકોનાં મંતવ્ય
- 95.30ઢ્ઢ લોકોએ કહ્યું કે, લોકો આજે સહુથી વધુ સમય ઈન્ટરનેટ પાછળ ફાળવતા થયા છે.
- 96.20% લોકોએ કહ્યું કે, ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ વ્યક્તિનાં માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય પર અસર ઉપજાવી શકે છે.
- 86.80% લોકોએ કહ્યું કે, ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ કરવાથી વ્યક્તિની વિચાર ક્ષમતા ઘટતી જોવા મળે છે.
- 92.80% લોકોએ કહ્યું કે, ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગને કારણે શું વ્યક્તિ પોતાના કુટુંબીજનો અને મિત્રોને ઓછો સમય આપે છે.
- 37.40% લોકોએ કહ્યું કે, ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ એ માત્ર સારા કર્યો કરવા કે સારી માહિતી મેળવવા માટે જ કરી રહ્યા છે.
- 88.10% લોકોએ કહ્યું કે, ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ વધવાથી લોકોની ક્રિયાશીલતામાં ઘટાડો થતો જોવા મળે છે.
- 95% લોકોએ કહ્યું કે, આજે લોકો ઈન્ટરનેટ પર આધારિત થયા હોય એવું લાગે છે.
- 94.30% લોકોએ કહ્યું કે, બાળકોમાં દિવસે ને દિવસે જોવા મળતી આળસ અને આક્રમકતા પાછળનું એક કારણ ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ જવાબદાર હોય શકે.
- 80.80% લોકોએ કહ્યું કે, ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ વધવાનું એક કારણ વ્યક્તિની એકલતાની પરિસ્થિતિ હોય શકે.
- 90.30% લોકોએ કહ્યું કે, ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ વધવાથી વ્યક્તિઓમાં ચિંતા,બેચેની,નકારાત્મક વિચારો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી જોવા મળે છે.
- 95.30% લોકોએ કહ્યું કે, ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ વધવાનાં કારણે બાળકો શારિરીક રમત-ગમતને ભૂલી રહ્યા છે.
- 87.10% લોકોએ કહ્યું કે, કૌટુંબિક અસમાયોજનની પરિસ્થિતિનું ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગનાં કારણે સજેન થાય છે.
- 93.70% લોકોએ કહ્યું કે, ભગ્ન થતા સંબધો પર ક્યાંક ઈન્ટરનેટની અસરો પણ જવાબદાર છે.
બાળકોનું પરિણામ
- 35% આજુબાજુ બાળકોને મોબાઈલમાં ઈન્ટરનેટ ગેમ અને રિલ્સ જોવાની આદત છે.
- 45% બાળકો અઠવાડિયામાં 13 થી 18 કલાક મોબાઈલનો ઉપયોગ કરતા જોવા મળ્યા.
- આશ્ર્ચર્ય એ છે કે 27% બાળકોના સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટ છે.
- બાળકો અને બાળકીઓને સમાન રીતે ઈન્ટરનેટ ઉપયોગ કરવાની આદત છે.
તરૂણો નું પરિણામ
- 12 થી 15 વર્ષના 270 તરુણીઓ અને 360 તરૂણો એમ કુલ 630 તરુનોમાં પણ ઈન્ટરનેટ વપરાશ અને સોશિયલ મીડિયાનું ઘેલું મળ્યું
- 81% તરૂણો પાસે પોતાનો પર્સનલ સ્માર્ટ ફોન છે.
- 91% તરૂણો અઠવાડિયામાં 22 થી 24 કલાક ઓનલાઈન રહે છે. 72% તરૂણો સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટ ધરાવે છે.
- રિલ્સ બનાવવા,ફોટો એડિટ કરવા જેવી બાબતો તરૂણીઓ માં તરૂણો કરતા 27% વધુ જોવા મળે છે.
ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ લોકો પર અનેક રીતે અસર કરે છે?
- માનસિક આરોગ્ય: ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ ડિપ્રેશન અને એકલતા જેવી માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે.
- સામાજિક સંબંધો: ઓનલાઈન ઇન્ટરક્રિયાની કારણે વાસ્તવિક જીવનમાં સંબંધોની ગુણવત્તા ઘટી શકે છે, તેમજ વિશ્વાસ અને સંવાદમાં અછત થઈ શકે છે.
- અધ્યયન અને કાર્યક્ષમતા: મોબાઈલ અને સોશિયલ મિડિયાના વ્યસનને કારણે ધ્યાનની ઉણપ થઈ શકે છે, જે શૈક્ષણિક અને વ્યાવસાયિક કાર્યમાં અવરોધ ઉભો કરે છે.
- શારીરિક સ્વાસ્થ્ય: લાંબા સમય સુધી કમ્પ્યુટર કે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી આંખો અને શરીરના અંગો પર અસરો પડે છે.
- વલણ અને વિચારો: ઇન્ટરનેટ પરના નકારાત્મક સામગ્રી, આક્રમકતામાં વધારો કરે છે.
- અવિશ્વસનીય માહિતી: ફેક ન્યૂઝની સમાજ પર નિષેધક અસર પડે છે.
ઈન્ટરનેટના વધુ પડતા ઉપયોગ અને તેની અસરો પાછળના કેટલાક કારણો?
- સુવિધા
- સામાજીક જોડાણ
- મનોરંજન
- એકલતા
- ભગ્ન કુટુંબો
- દેખાદેખી
- મિત્રોનો અભાવ
- વિશ્વાસની સમસ્યાઓ