શું તમે જાણો છો કે શિયાળાની ઋતુમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે? હા, આ ખરેખર થાય છે અને તે એકદમ સામાન્ય છે. પણ જો તેના પર કંટ્રોલ ન રાખવામાં આવે અથવા આપણે તેના પર ધ્યાન ન આપીએ તો તેના પરિણામો સ્વાસ્થય માટે ખતરનાક હોઈ શકે છે. અહીં આપણે જાણીશું કે શિયાળાની ઋતુમાં બ્લડપ્રેશર કેમ વધી શકે છે અને તેના લક્ષણો ક્યાં ક્યાં હોય છે.
શિયાળાના ઋતુમાં માત્ર પર્યાવરણ પર જ નહીં પણ આપણા સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર પડે છે. નીચા તાપમાનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેમાં માત્ર શરદી જ નહીં પરંતુ હાઈ બ્લડ પ્રેશર પણ સામેલ થઈ શકે છે. હા, ઠંડા હવામાનમાં બ્લડ પ્રેશરમાં વધઘટ થઈ શકે છે. તેથી આ સિઝનમાં ઘણા લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે શિયાળામાં બ્લડ પ્રેશર કેમ વધે છે અને તેના લક્ષણો શું હોય છે.
શિયાળામાં બ્લડ પ્રેશર કેમ વધી જાય છે?
રક્તવાહિનીઓનું સંકોચન
ઠંડા હવામાનમાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે રક્તવાહિનીઓ સંકોચાય છે. આવું એટલા માટે થાય છે કે શરીરમાંથી ગરમીની ખોટ ઓછી થઈ શકે છે અને તે શરદીથી બચવામાં મદદ કરે છે. પણ તેના લીધે રક્ત પરિભ્રમણ ધીમુ પડી થઈ જાય છે અને રક્ત વાહિનીઓની દિવાલો પર વધુ દબાણ આવે છે. આના કારણે બ્લડ પ્રેશર વધે છે અને હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. જેના કારણે હાર્ટ એટેક અથવા સ્ટ્રોક પણ આવવાની સમસ્યા રહે છે.
શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો
શિયાળામાં લોકો બહાર જવાનું ઓછું પસંદ કરે છે. તેમજ ઓછી શારીરિક પ્રવૃત્તિ કરે છે. જેના લીધે વજન વધવાની સમસ્યા થઈ શકે છે. સાથોસાથ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે.
વધુ પડતું મીઠું અને ખાંડનું સેવન કરવું
શિયાળામાં પોતાને ગરમ રાખવા માટે, આપણે વધુ પડતો ખોરાક ખાઈએ છીએ. જેમાં ખાંડ અને મીઠું વધુ હોય છે. વધુ માત્રામાં મીઠું અને ખાંડના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે.
ચિંતા
શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો હોય છે. જેના કારણે શરીરને વિટામિન D ઓછું મળે છે. તેમજ ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. ચિંતા વધવાથી બ્લડ પ્રેશર પણ વધી શકે છે.
બ્લડ પ્રેશરમાં વધારો થવાના લક્ષણો ક્યાં છે?
સામાન્ય રીતે બ્લડ પ્રેશર વધવાના કોઈ અસામાન્ય લક્ષણો જોવા મળતા નથી. જેના કારણે ક્યારેક તે સમયસર શોધી શકાતું નથી. પણ તેના કેટલાક લક્ષણો આના જેવા હોઈ શકે છે.
- માથાનો દુખાવો
- ચક્કર
- નાકમાંથી રક્તસ્ત્રાવ
- અસ્પષ્ટ દ્રષ્ટિ
- થાક
- શ્વાસ લેવામાં તકલીફ
બ્લડ પ્રેશરને કેવી રીતે કંટ્રોલ કરવું?
તંદુરસ્ત આહાર લો : તમારા આહારમાં ફળો, શાકભાજી, આખા અનાજ અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરો અને મીઠું અને ખાંડનું સેવન ઓછું કરો.
વજન ઓછું કરો : જો તમારું વજન વધારે છે તો વજન ઘટાડવાનો પ્રયાસ કરો.
શારીરિક રીતે સક્રિય રહો : દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો.
તણાવ ઓછો કરો : યોગ, ધ્યાન અથવા અન્ય તણાવ ઘટાડવાની તકનીકોનો અભ્યાસ કરો.
આલ્કોહોલ અને ધૂમ્રપાનનું સેવન ન કરો : આલ્કોહોલ અને ધૂમ્રપાન પીવાથી બ્લડ પ્રેશર વધી શકે છે.
તમારી જાતને ઠંડીથી બચાવો : ગરમ કપડાં પહેરો અને ઘરને ગરમ રાખો. બહાર જતી વખતે માથું અને કાન ઢાંકીને રાખો.
ડૉક્ટરની સલાહ લો : જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય, તો ડૉક્ટરની સલાહ લો અને નિયમિતપણે સ્વાસ્થયની તપાસ કરાવો.