- સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ, આસામ, હૈદરાબાદ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ સહિતની ટીમો વચ્ચે કાંટે કી ટક્કર સમાન મુકાબલા રમાશે
- સૌરાષ્ટ્ર એલીટ ગૃપ બીમાં ગુજરાત, બરોડા, તામિલનાડુ, કર્ણાટકા, ઉત્તરાખંડ, ત્રિપુરા અને સિક્કિમ સાથે છે: સૌરાષ્ટ્રના તમામ મેચ ઈન્દોરમાં રમાશે
રાજકોટ સહિત દેશના અલગ-અલગ સ્ટેડિયમ ઉપર બીસીસીઆઈ આયોજિત સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીનો શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર કાલથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ, મુંબઈ, આસામ, વિદર્ભ, રેલવે, ઉત્તરાખંડ સહિતની ટીમો વચ્ચે કાંટે કી ટક્કર સમાન મુકાબલા રમાશે. અન્ય ટીમો જેવી કે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રેલવે, રાજસ્થાન સહિતની ટીમોમાં પણ એવા અનેક સ્ટાર ખેલાડીઓ છે તેઓ રાજકોટમાં શાનદાર રમત બતાવીને ટી-20માં પોતાની ધાક જમાવવા મથામણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધમાકેદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ માટે આઈપીએલના દરવાજા ખુલી રહ્યા હોવાથી આ ટૂર્નામેન્ટ દરેક ખેલાડીઓ માટે મહત્ત્વની સાબિત થઈ રહી છે.
રાજકોટમાં એક દિવસમાં ટૂર્નામેન્ટના ચાર મુકાબલા રમાશે જે માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમના ‘એ’ અને ‘સી’ ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવી છે. પ્રથમ મેચનો પ્રારંભ સવારે 9 વાગ્યાથી ત્યારબાદ 11 વાગ્યે, બપોરે 1:30 વાગ્યે અને સાંજે 4:30 વાગ્યે એમ ક્રમશ ચાર મેચ રમાશે. સૌરાષ્ટ્ર એલીટ ગૃપ બીમાં ગુજરાત, બરોડા, તામિલનાડુ, કર્ણાટકા, ઉત્તરાખંડ, ત્રિપુરા અને સિક્કિમ સાથે છે: સૌરાષ્ટ્રના તમામ મેચ ઇંદોરમાં રમાશે. જયદેવ ઉનડકટની આગેવાની ધરાવતા બોલીંગ આક્રમણમાં ચેતન સાકરિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા શામેલ છે. ઉપરાંત પ્રેરક માંક઼ડ, ચિરાગ સોની, અર્પિત વસાવડા અને વિકેટકીપર બેટ્સમેન હાર્વિક દેસાઇનો સમાવેશ થાય છે.