શિયાળામાં ગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં આપણે તો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરીએ છીએ. પરંતુ ખોરાકને થોડા જ સમયમાં ઠંડો થતો અટકાવવો એ પણ એક ટિપ્સ છે. આ દરમિયાન વારંવાર ભોજન ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો પણ નાશ થવા પામે છે. પરંતુ આ સમસ્યાથી બચવા માટે સરળ ટિપ્સ જાણો. જે શિયાળાની ઋતુમાં તમારા ખોરાકને લાંબા સમય સુધી ગરમ રાખશે.
એલ્યુમિનિયમ ફોઇલ
ખોરાકને ગરમ રાખવા માટે આપણે ઘણીવાર એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરીએ છીએ. તેમજ જો તમે વાસણ પર તેને લગાવી દેશો તો ખોરાક હેલ્થી અને ગરમ જ રહેશે, આ સાથે જ રોટલી અને પરાઠાને એક પેપર રેપમાં એકસાથે રાખો. ત્યારપછી તેને એલ્યુમિનિયમમાં લપેટીને રાખો. આ કરવાથી સવારે બનેલી રોટલી બપોર સુધી ગરમ રહેશે.
DIY થર્મલ બેગ
થર્મલ બેગની મદદથી પણ ખોરાકને ગરમ રાખી શકાય છે. તેમજ તમે કાગળ, પ્લાસ્ટિક અને કાપડના અનેક લેયરનો ઉપયોગ કરીને DIY બેગ જાતે જ બનાવી શકો છો. જેમાં ઉપરના મુજબ લેયર બનાવીને થર્મલ બેગ બનાવી શકાય છે. ત્યારબાદ ભોજનને ગરમ રાખવા માટે ભોજનના વાસણને તે બેગમાં મૂકી દો, તેનાથી ભોજન લાંબા સમય સુધી ગરમ રહેશે.
હોટ પેક રોટલી બોક્સ
રોટલી કે પરાઠા સૌથી ઝડપથી ઠંડા થઈ જાય છે. તેમજ રોટી રાખવા માટે મોટા ભાગે લોકો સ્ટેનલેસ સ્ટીલના વાસણનો ઉપયોગ કરતા હોવ છો. પરંતુ તેમાં લાંબા સમય સુધી રોટલી ગરમ રહેતી નથી. તેથી રોટલીને લાંબા સમય સુધી ગરમ રાખવા માટે તેને પેક કરતા પહેલા બોક્સ પર જાડું સુતરાઉ કાપડ અને ઉપર હીટિંગ પેડ મૂકો. આનાથી રોટલી લાંબા સમય સુધી ગરમ રહશે.
કાંસા કે પિત્તળના વાસણો
શિયાળા દરમિયાન તમે કાંસા કે પિત્તળના બનેલા વાસણોમાં પણ ખોરાક રાખીને ખાઈ શકો છો. તેનાથી આ દરમિયાન ખોરાકને ગરમ રાખવા માટે આ પરંપરાગત વાસણો એ શ્રેષ્ઠ ઉપાય છે.
થોડો થોડો ખોરાક પીરસો
જ્યારે દાળ કે ભાતને પ્લેટમાં પીરસવામાં આવે છે, ત્યારે તે ઝડપથી ઠંડા થઈ જાય છે. ત્યારે એકસાથે વધુ પ્રમાણમાં ખોરાક પીરસી દેવાથી પણ તે જલ્દીથી ઠંડો થઈ જાય છે. તેથી એક સાથે વધુ ખોરાક પીરસી દેવા કરતાં થોડો થોડો ખોરાક પીરસો. આ ઉપરાંત પ્લેટમાં નાના બાઉલ રાખો અને જરૂર મુજબ સર્વ કરતા રહો. તેનાથી ટેબલ પર રાખેલો ખોરાક ગરમ રહેશે.
આ સરળ ટીપ્સને અનુસરીને, તમે તમારા ખોરાકને માઇક્રોવેવ વિના શિયાળામાં લાંબા સમય સુધી ગરમ રાખી શકો છો. આ ઉપરાંત તમારે વારંવાર ખોરાક ગરમ કરવાની જરૂર પણ નહીં પડે.