- દ્વારકામાં હનીટ્રેપ ઘટના આવી સામે
- વૃદ્ધને લૂંટી લેનાર 2 મહિલા સહિત 5ની કરાઈ ધરપકડ
Dwarka : હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, દ્વારકા પંથકના એક વૃદ્ધને ફસાવીને 2 યુવતીઓ અને 3 શખ્સો દ્વારા કરવામાં આવેલા હનીટ્રેપ કૌભાંડમાં દ્વારકા પોલીસે તાકીદની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન આ ગુનામાં જોડાયેલા 2 મહિલા સહિત 5ની ધરપકડ કરાઈ હતી.
અનુસાર માહિતી મુજબ, દ્વારકામાં રહેતા એક વૃદ્ધ મંગળવારે બપોરના સમયે ભડકેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરીને નીકળતા માર્ગમાં બે અજાણી મહિલાઓ તેમને પોતે દ્વારકામાં કઈ જોયું નથી તેમ કહીને પટેલ સમાજ પાસે મૂકી જવાનું તેમને કહ્યું હતું. તે દરમિયાન 2 મહિલાએ વૃદ્ધને ફસાવી લુંટ કરી હતી. અહીં હની ટ્રેપમાં ફસાઈ ગયેલા વૃદ્ધ પાસે 3 અજાણ્યા યુવાનો આવ્યા હતા અને 2 યુવતીઓ સહિત આ પાંચેય વ્યક્તિઓએ એક સાથે મળીને ફરિયાદી વૃદ્ધને ગાળો આપી અને માર માર્યો હતો. ત્યારપછી તેઓએ વૃદ્ધનો મોબાઈલ ઝૂંટવીને તેમનો ઓનલાઈન ટ્રાન્જેક્શનનો પાસવર્ડ જાણી લીધો હતો. ત્યારબાદ તેમના મોબાઈલમાં એક પેટ્રોલ પંપના QR કોડ સ્કેન કરી અને તેમાં રૂપિયા ટ્રાન્સફર કરી, ત્યાંથી ઉપરોક્ત રકમ ઉપાડીને આ પ્રકારે લૂંટ કરી હતી.
પોલીસ તપાસમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલી કેટલીક વિગત તેમજ CCTVના આધારે એક યુવાનની ઓળખ થયા બાદ પોલીસે કોમ્બિંગ તેમજ તપાસ અંગેની કામગીરી કરી હાથ ઘરી છે, આ દરમિયાન ગઈકાલે જ 2 મહિલાઓ તેમજ 3 પુરુષોની અટકાયત કરી હતી. જેમાં 2 દંપતિનો સમાવેશ થાય છે. તેમજ વૃદ્ધને લાલચ આપીને લૂંટના આ બનાવમાં આરોપીઓને દ્વારકા પોલીસે ઝડપી લઇ, આગળની તપાસ હાથ ધરી છે.
અહેવાલ : આનંદ પોપટ