ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં ભરતીની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા અને ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં GPSC દ્વારા આરોગ્ય વિભાગમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 2 હજારથી વધુ પદો પર ભરતી કરવામાં આવશે.
GPSCએ રાજ્યના આરોગ્ય વિભાગ માટે એક વિશાળ ભરતી અભિયાનની જાહેરાત કરી છે, જેમાં 2000 થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીના પ્રયાસનો ઉદ્દેશ્ય વસ્તીની વધતી જતી જરૂરિયાતોને સંબોધીને ગુજરાતમાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો છે. મેડિકલ ઓફિસર, નિષ્ણાતો અને અન્ય હેલ્થકેર પ્રોફેશનલ્સ સહિતની વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો માટે GPSC ભરતી જાહેર કરી છે. ઉમેદવારો GPSC વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે, અરજીની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. આ અંગે GPSCના ચેરમેન હસમુખ પટેલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આરોગ્ય વિભાગમાં કુલ 2800કરતા વધુ પદો પર ભરતી થશે.
આરોગ્ય વિભાગની 2800 જગ્યાઓ માટે આજથી બપોરે 1 વાગ્યાથી OJASથી અરજી કરી શકાશે. તે માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 છે. આ પદ માટે ગુજરાતના ડોક્ટરો તેમજ મેડિકલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. તેમજ સરકારી દવાખાના તથા મેડિકલ કોલેજમાં ડોક્ટરો તથા પ્રાધ્યાપકો મળી રહે, તે હેતુથી આયોગ દ્વારા કુલ 2800થી વધુ જગ્યાઓ માટે 29 સંવર્ગની જાહેર ખબર આપવામાં આવી છે.
ક્યા કેટલી ભરતીની જાહેરાત?
મેડિકલ ઑફિસર ક્લાસ-2 ઑફિસરની 1506 જગ્યા, જનરલ સર્જન સ્પેશિયાલિસ્ટ માટે 200જગ્યા, ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટની 227 જગ્યા, ગાયનેકોલૉજી એક્સપર્ટના 273 પદ, ઓર્થોપેડિક સર્જનની 35, ડર્મેટોલૉજીસ્ટના 9, રેડિયોલૉજીસ્ટની 47, એનેથેસિસ્ટની 106 તેમજ વીમા મેડિકલ ઑફિસરના 147 પદો પર ભરતી કરવામાં આવશે. તેમજ આ સિવાય ગુજરાત નર્સિંગ સેવા વર્ગ-1ના કુલ 5 પદો પર ભરતી થશે. તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન નર્સિંગની લાયકાત સાથે 15 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે.