- રાજ્યમાં 14.1 ડિગ્રીથી લઈને 24.6 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તપામાન નોંધાયું: 14.1 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું
ગુજરાતમાં ઠંડીએ દસ્તક આપી દીધી છે. રાજ્યમાં સવારે અને રાત્રીના સમયે ઠંડક લાગી રહી છે.આજથી આંદામાન અને નિકોબાર ટાપુના દક્ષિણમાં આંદામાન સમુદ્ર પર ચક્રવાત સર્જાવાની શક્યતા હોવાથી 23 નવેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, હિંદ મહાસાગરના નીચલા ભાગમાં ચક્રવાતનું પરિભ્રમણ શરૂ હોવાથી તેની અસર દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં વર્તાઈ રહી છે. જેથી દક્ષિણ ભારતમાં વીજળી થવાની શક્યતા છે.ગુજરાતમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો હજી પણ ગગડવાનું હવામાન વિભાગનું અનુમાન છે. નલિયામાં લઘુતમ તપામાન 14.1 ડિગ્રી સુધી નીચું જતું રહ્યું છે.રાજ્યમાં 14.1 ડિગ્રીથી લઈને 24.6 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તપામાન નોંધાયું હતું. 14.1 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. જ્યારે ઓખામાં 24.6 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. હવામાન વિભાગનાં અમદાવાદ કેન્દ્રના, ડાયરેક્ટર એ. કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં ચારથી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે પરંતુ એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.25 નવેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી કોઈ શક્યતા નથી. 21મી તારીખ એટલે કે, આજથી દિવસનું તાપમાન નીચું આવે તેવી શક્યતા છે પરંતુ કોલ્ડવેવની શક્યતા નથી.25થી 30 નવેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
પવન અંગેની આગાહી આપતા તેમણે જણાવ્યું છે કે, આપણા માટે ઉત્તર પૂર્વના પવનો મહત્ત્વના હોય છે અને હાલ એ જ પ્રકારના પવનો ફૂંકાઈ રહ્યા છે. જોકે, સૂકા ભૂર પવનો (ઉત્તરના પવનો) માટે આપણે 10 દિવસ જેવી રાહ જોવી પડી શકે છે. પવનની સ્પીડમાં આજથી સામાન્ય વધારો થશે. હાલ ઉત્તર પૂર્વના પવનો સેટ થઈ ગયા છે.ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ પડવાના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં હજી પણ વધારે ઠંડી પડશે. અત્યારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 18-20 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અને 14 ડિગ્રી સુધી સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હવે ધીમે ધીમે ઠંડીનો પારો ગગડશે અને કડકડતી ઠંડી પડશે.