- સોમનાથ ટ્રસ્ટના અધીકારીઓ સાથે કોળીસમાજના આગેવાનોની બેઠક નહી થાય ત્યા સુધી ડીમોલેશન બંધ
- સાસંદ, ધારાસભ્ય સહીત બહોળી સંખ્યામાં આગેવાનો રહ્યા હાજર
- સાસંદ રાજેશ ચુડાસમાએ લીધી તમામ જવાબદારી
- આંદોલનનો અંત લાવવા બદલ આગેવાનોનો આભાર માન્યો
- કલેકટરની બાહેંધરી અને સાંસદની જવાબદારીથી આંદોલનનો આવ્યો અંત
ગીર સોમનાથના સોમનાથ નજીક વેણેશ્વર રોડ પર કોળીસમાજની જગ્યામા ગૌશાળા તેમજ ધાર્મિક જગ્યાઓ દુર કરવાની તંત્રની કામગીરી સામે કોળીસમાજ રોષે ભરાયો હતો અને રામધૂન, સત્યનારાયણની કથા, બાઇકરેલી સહીતના કાયઁક્રમ કરી આંદોલન કર્યુ હતુ. જેમા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાયા હતા. ત્યારે પ્રાંત કચેરી ખાતે વહીવટીતંત્ર અને કોળીસમાજના આગેવાનો, ધારાસભ્ય, સાસંદ સહીતની મળેલ મીટીંગમા આંદોલનનો સુખદ અંત આવ્યો છે.
ગીરસોમનાથ ના સોમનાથ નજીક વેણેશ્વર રોડ પર કોળીસમાજ ની જગ્યા મા ગૌશાળા તેમજ ધાર્મિક જગ્યાઓ દુર કરવાની તંત્ર ની કામગીરી સામે કોળીસમાજ રોષે ભરાયો હતો અને રામધૂન , સત્યનારાયણની કથા , બાઇકરૈલી સહીતના કાયઁક્રમ કરી આંદોલન કરેલ હતુ જેમા સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાયા હતા ત્યારે આજરોજ પ્રાંત કચેરી ખાતે વહીવટીતંત્ર અને કોળીસમાજ ના આગેવાનો , ધારાસભ્ય, સાસંદ સહીતની મળેલ મીટીંગ મા સુખદ અંત આવ્યો છે અને જયા સુધી સોમનાથ ટ્રસ્ટ ના અધીકારીઓ અને કોળીસમાજ ના આગેવાનોની મિટીંગ નહી યોજાય ત્યા સુધી આ જગ્યા પરથી ચપટી ધૂળ પણ નહી હટે તેની જવાબદારી સાસંદ રાજેશ ચુડાસમાએ લેતા આ આંદોલનનો અંત આવ્યો છે .
વાત કરીએ તો આવતીકાલે જ ભાજપની ચિંતન શિબિર સોમનાથમા યોજાવાની હોય ત્યારે કોળીસમાજ ના આંદોલન ના લીધે તંત્ર ચીંતામા મુકાયુ હતુ ત્યારે આજરોજ સુખદ અંત આવતા તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો હતો.