- પોલીસમાં ભરતીની ટ્રેનિંગ માટે દોડવા જઈ રહેલા યુવાન પર હુમલો
- આરોપી કોમલ રાઠોડની કરાઈ અટકાયત
- અહિયાથી કેમ પસાર થાય છે તે બાબતે બોલાચાલી બાદ કરાયો હુમલો
- ઈજાગ્રસ્ત યુવાને આંખ ગુમાવી
જુનાગઢ જીલ્લાના કેશોદમાં યુવાન પર દાતરડા વડે હુમલો કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત યુવાન પોલીસમાં ભરતીની ટ્રેનિંગ માટે દોડવા જઇ રહ્યો હતો ત્યારે યુવાનોને રોકીને આહીયાથી કેમ પસાર થાય છે તેવી બાબતે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ આરોપીએ આંખ અને નાક વચ્ચે દાતરડા વડે હુમલો કર્યો હતો. જેને લઈને યુવાનના પિતાની ફરિયાદના આધારે આરોપી કોમલ રાઠોડની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીએ અગાઉ એક વ્યક્તિની કેબિન પણ સળગાવી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો પોલીસમાં ભરતી થવા ઇચ્છતાં આશાસ્પદ યુવક સુભાષભાઈ રામદેભાઇ કરગઠિયા ઉ. વ. 18 અને તેના મિત્રો પોલીસમાં ભરતી થવા એક કોલેજ ગ્રાઉન્ડમાં દોડ લગાવી તેમના ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે કોમલ નાથાભાઈ રાઠોડ નામના શખ્સે તમામને રોકી અહીંયાથી કેમ નીકળ્યાં છો તમને પતાવી દઈશ તેમ કહી દાતરડું ઉગામી સુભાષભાઈ નામના યુવક પર વાર કર્યો હતો. જેમાં સુભાષભાઇની ડાબી આંખ અને નાકના વચ્ચેના ભાગે ઉંડે સુધી દાતરડું ઘુંસી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ગંભીર યુવકને આંખમાં ખુંપી ગયેલાં દાતરડા સાથે કેશોદ, જુનાગઢ, રાજકોટ બાદ અમદાવાદ લઈ જવાયો હતો. જયાં તેમનું ઓપરેશન કરી દાતરડું કાઢી લેવામાં આવ્યું હતું.