ફેફસા એટલે કે લંગ્સ આપણા શરીરનું એક ખૂબ જ મહત્વનું અવયવ છે. શ્વાસ લેવાની પ્રક્રિયા ફેફસા ના માધ્યમ થી થાય છે. જો તેમાં કોઈપણ પ્રોબ્લેમ થાય તો વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે. આવવામાં ફેફસા ને સ્વસ્થ રાખવા ખૂબ જ જરૂરી છે. જાણો ખાવા-પીવામાં શું શામેલ કરવાથી ફેફસા મજબૂત બને છે.
પાણી :
પાણી પીવું ફેફસા માટે ખૂબ જ જરૂરી છે. દિવસના 6 થી 8 ગ્લાસ પાણી પીવાથી ફેફસાં મજબૂત રહે છે.
અખરોટ :
નિષ્ણાતોના જણાવ્યા મુજબ અખરોટ માં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. તેમજ રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી અસ્થમા કે શ્વાસ સંબંધિત તકલીફમાં રાહત મળે છે.
સફરજન :
સ્વસ્થ ફેફસા માટે રોજ એક સફરજન ખાવું ફાયદાકારક છે. તેમાં અનેક વિટામિન્સ મોજૂદ છે જે ફેફસાનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.
બ્રોકલી
બ્રોકોલી માં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જેને કારણે તે ફેફસા ને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
બેરીઝ :
બેરીઝમાં પણ એન્ટી ઓક્સિડન્ટ્સ વિપુલ માત્રામાં હોય છે જે શરીરમાં ના વિષ તત્વોને ખેંચી બહાર ફેંકી દે છે. આથી ફેફસા માટે બેરીઝ ખાવી પણ ફાયદાકારક છે.
પીચ :
પીચમાં ભરપૂર માત્રામાં વિટામિન A રહેલું હોય છે. જે ફેફસામાં થતા ઇન્ફેકશન ને પણ ઘટાડી શકે છે.
બીન્સ :
નિષ્ણાતોના જણાવ્યા મુજબ બીન્સ સેવનથી પણ ફેફસા ને ફાયદો થાય છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.