- ફિલાવિસ્ટા 2024 પ્રદર્શનમાં 168 દેશોમાં જારી પત્રો ગાંધીજીની 1604 ટિકિટના પ્રદર્શનમાં ગૃહમંત્રી-મુખ્યમંત્રીને જોઇ બાળકો થયા હર્ષ વિભોર
- ડાર્ક ટિકીટ બે યુગોના સંભારણા સજીવન રાખવાના દસ્તાવેજ તરીકે કામ કરે છે. ગાંધીનગરના દાંડી કુટિર મહાત્મા મંદિર મ્યુઝિયમમાં બે દિવસીય ડાક પ્રદર્શન ફિલાવિસ્ટા 2024નો કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય ડાક ટિકિટ પ્રદર્શન ’ફિલાવિસ્ટા 2024’ ગાંધીનગર સ્થાપત્ય કલા પર વિશેષ આવરણ અને વિરુપણ પણ બહાર પાડવામાં આવ્યું. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ સાવલેશ્વરકર, ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને ગાંધીનગર મંડળના પ્રવર ડાક અધિક્ષક પિયૂષ રજક પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પ્રદર્શનનું અવલોકન કરીને તેની પ્રશંસા કરી. આ દરમિયાન પ્રદર્શન જોવા આવેલ વિવિધ શાળાના બાળકો ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને પોતાના વચ્ચે જોઈને ખુબ જ ઉત્સાહિત થયા. ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીએ પણ તેમને નિરાશ ન કરતાં તેમની સાથે વાર્તાલાપ કર્યો અને તસવીરો ખેચાવી તેમજ બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે શુભેચ્છા આપી.
ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ સાવલેશ્વરકરે જણાવ્યું કે, ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય પ્રદર્શનમાં ખાસ કરીને ઐતિહાસિક અને સાંસ્કૃતિક ડાક ટિકિટો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ડાક ટિકિટો ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. દેશ અને રાજ્યના સમૃદ્ધ અને ગૌરવશાળી ઇતિહાસનો પરિચય કરાવવામાં ડાક ટિકિટોનું મહત્વપૂર્ણ સ્થાન છે. યુવા પેઢી અને વિદ્યાર્થીઓ માટે ડાક ટિકિટોનું સંગ્રહ માત્ર શોખ જ નહીં, પરંતુ જ્ઞાનવર્ધન માટે પણ એક શક્તિશાળી માધ્યમ છે.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ડાક ટિકિટ પ્રદર્શન ’ફિલાવિસ્ટા 2024’નું મુખ્ય આકર્ષણ માત્ર ભારત નહીં, પરંતુ સમગ્ર વિશ્વની ડાક ટિકિટોનો અનોખો સંગ્રહ છે. આ પ્રદર્શનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 168 દેશોમાં જારી કરેલી કુલ 1604 ડાક ટિકિટો પ્રદર્શિત કરવામાં આવી છે. તેમણે ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી દ્વારા આ અવસરે જારી કરવામાં આવેલા વિશેષ આવરણ અંગે જણાવ્યું કે, ગાંધીનગરએ પોતાના અંદર અજોડ સ્થાપત્ય કલા વારસો સાચવ્યો છે. અહીં આવેલી અડાલજની વાવ, અક્ષરધામ મંદિર, વિઠ્ઠલભાઈ પટેલ ભવન – ગુજરાત વિધાનસભા, દાંડી કૂટિર, મહાત્મા મંદિર મ્યુઝિયમ, ગિફ્ટ સિટી વગેરે અનેક પ્રસિદ્ધ સ્થળો તેને અભૂતપૂર્વ સૌંદર્ય આપે છે. આ વિશેષ ડાક આવરણ દ્વારા અહીંની સંસ્કૃતિ અને વારસાનું દેશ-વિશ્વમાં પ્રસારણ થશે.
ગાંધીનગર મંડળના પ્રવર ડાક અધિક્ષક પિયૂષ રજકે જણાવ્યું કે, ’ફિલાવિસ્ટા 2024’ ડાક ટિકિટ પ્રદર્શનમાં કુલ 90 ફ્રેમ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં દેશ-વિશ્વની અનેક ડાક ટિકિટો પ્રદર્શિત કરવામાં આવી છે. તેમાંથી 69 ફ્રેમ સ્પર્ધા જુથ હેઠળ અને 21 ફ્રેમ આમંત્રણ જુથ હેઠળ લગાવવામાં આવી છે. આ ડાક ટિકિટ પ્રદર્શન 19 અને 20 તારીખે સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. પ્રદર્શન દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે પત્રલેખન સ્પર્ધા, ફિલેટલી વર્કશોપ, ક્વિઝ, સ્ટેમ્પ ડિઝાઇન સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. માય સ્ટેમ્પ કાઉન્ટર પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.
ગાંધીનગર મુખ્ય સચિવ રાજ કુમાર એ પણ ડાક ટિકિટ પ્રદર્શનનું અવલોકન કર્યું. આ અવસરે, ગાંધીનગર શહેરના કલેક્ટર મેહુલ કે દવે, પોલીસ આધિક્ષક રવિ તેજા, મહાપ્રબંધક (વિત્ત) ડો. રાજીવ કંદપાલ, નિર્દેશક ડાક સેવા સુરેખ રઘુનાથેન, જ્યુરી સભ્ય માર્કંડ દવે, સહાયક નિર્દેશક એમ. એમ. શેખ, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ મંજુલાબેન પટેલ, ગુજરાત ફિલાટેલિક એસોસિએશનના સચિવ વિશાલભાઈ રાવલ સહીત અનેક અધિકારીઓ, ફિલેટલિસ્ટ અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.