- અબતકની મુલાકાતે આવેલા સંતોએ અબતક પરિવારની કર્મ સાથે ધર્મ સેવાના ભાવને બિરદાવી વડતાલ દ્વીશતાબ્દી મહોત્સવના કવરેજ અંગે રાજીપો વ્યક્ત કર્યો
વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ વડતાલના આંગણે લક્ષ્મીનારાયણ દેવની દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી સંપન્ન થવા પામી છે ત્યારે આ અવસર માં યોગદાન આપનાર તમામ ના ઋણ સ્વિકારની સનાતન ધર્મ સંસ્કૃતિ પરંપરા મુજબ આજે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન સંતોઅને હરિભક્ત આગેવાનોએ અબતકની મુલાકાત લઇ ધર્મોત્સવ ના પ્રચાર અને દુનિયાભરમાં હરિભક્તોને ઘર બેઠા મહોત્સવનો દર્શન લાભ આપવા બદલ અબતક પરિવારની કામગીરી અંગે રાજીપો વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા. અબતકની મુલાકાતે આવેલા વડતાલ ટેમ્પલ બોર્ડ ના ચેરમેન કોઠારી દેવ પ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી, મુનીવંદન સ્વામી અને ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી મધુભાઈ માસીયાળા(વડતાલ વાળા)મિલનભાઈ વેકરીયા, નિલેશભાઈ શિંગાળા અને રાજેશભાઈ વેકરીયા એ વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યતાથી સંપન્ન થયા ના આશીર્વાદ ને પ્રભુ કૃપા ગણાવી હતી.
સ્વામિનારાયણ મંદિરની મુખ્ય ગાદી વડતાલ મદીરએ સ્વયં શ્રીજી મહારાજે આથી 200 વર્ષ પહેલા મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી ત્યારે લક્ષ્મી નારાયણ દેવ શતાબ્દી મહોત્સવ નું સનાતન ધર્મ ખૂબ જ મહત્વ હોય આ મહોત્સવમાં 50લાખથી વધુ ભાવિકોએ દર્શન અનુકંપા નો ધર્મ લાભ લીધો હતો, વડતાલ પીઠાધીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ના માર્ગદર્શન હેઠળ સાત થી 15 નવેમ્બર સુધી ભવ્ય મહોત્સવ ની ઉજવણી અભૂતપૂર્વ સફળતાથી પૂર્ણ થઈ હતી આ મહોત્સવમાં ધર્મ કાર્યોની સાથે સાથે રક્તદાન કેમ્પ સારવાર નિદાન કેમ્પ, ગૌ સેવા, કૃષિ કેમ્પ જેવા માનવસેવા ના કાર્યો પણ થયા આ મહોત્સવ ધર્મની સાથે સાથે સેવા મહોત્સવ પણ બની રહ્યો હતો
એક સાથે હજારો હરિભક્તો એક જ પંગતમાં જમ્યા, દેશનો સૌથી મોટો અન્નકૂટ મહોત્સવ યોજાયો, અને તેની પ્રસાદી ગરીબોના ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો તે કુદરતની કૃપા ગણાવી સંતોએ, અબતક અખબાર ટીવી ચેનલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી મહોત્સવ નું કવરેજ અને લાઈવ પ્રસારણ ની સેવાને બિરદાવી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે અબતક પરિવાર કર્મની સાથે સાથે ધર્મનું મહત્વ સમજે છે આ સેવાથી સંતો ખૂબ રાજી થયા છે અબતક પરિવાર ને ઈશ્વર ખૂબ જ પ્રગતિ કરાવે તેવા ભાવ સંતોએ વ્યક્ત કર્યા હતા
અબતકની સેવાથી સંતો રાજી’ મેનેજિંગ તંત્રી સતિષભાઈ મહેતાને ‘પાઘ’ પહેરાવી આપ્યા આશિર્વાદ
વડતાલ દ્વીશતાબ્દી મહોત્સવ ની અદભુત સફળતા બાદ આજે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન કોઠારી દેવપ્રકાશ દાસજી સ્વામી, રાજકોટ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધા રમણદાસજી સ્વામી, વડતાલના મુનીવદન સ્વામી અને અગ્રણી હરિભક્તોએ અબતકની મુલાકાત લઈ વડતાલ દ્વીશતાબ્દી મહોત્સવ માં અબતક સાધ્યદૈનિક, ટીવી ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના કવરેજની ભાવપૂર્વક સેવાથી સંતોએ રાજીપો વ્યક્ત કરી અબતક પરિવારને આશીર્વાદ આપી મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતાને ભારતીય પરંપરા મુજબ પાઘ પહેરાવી સન્માન ભાવ વ્યક્ત કરી અબતક પરિવારને ઉતરોતર પ્રગતિ અને કર્મ સાથે ધર્મ ભાવના માટેના આશીર્વાદ આપ્યા હતા