- 9 કરોડથી વધુ મતદારો દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે ઉત્સાહભેર મતદાન
મહારાષ્ટ્રમાં 9.7 કરોડથી વધુ મતદારો દ્વારા વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન શરૂ કરાયું છે. જેમાં ચાર મુખ્ય પક્ષો ભાજપ, શિવસેના અને એનસીપી સહયોગી તરીકે ચૂંટણી લડી રહ્યા છે. 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે આજે મતદાન શરૂ થયુ છે. જ્યારે શાસક ’મહાયુતિ’ ગઠબંધન આ ચૂંટણીમાં સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (ખટઅ) સત્તામાં ભવ્ય વાપસીની આશા રાખી રહ્યું છે.
ભાજપ,આ ચૂંટણીમાં 149 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 81 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અજિત પવારની આગેવાની હેઠળની ગઈઙ 59 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ખટઅમાં સમાવિષ્ટ કોંગ્રેસ 101 બેઠકો પર, શિવસેના (ઞઇઝ) 95 અને ગઈઙ (શરદચંદ્ર પવાર) 86 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણી (2019)ની સરખામણીમાં આ વખતે ઉમેદવારોની સંખ્યામાં 28 ટકાનો વધારો થયો છે. આ વર્ષે 4,136 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે 2019માં 3,239 ઉમેદવારો મેદાનમાં હતા. આ ઉમેદવારોમાંથી 2,086 અપક્ષ છે. બળવાખોર ઉમેદવારો 150 થી વધુ બેઠકો પર મેદાનમાં છે, જેમાં મહાયુતિ અને ખટઅ ઉમેદવારો તેમના પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા છે. 30 ઓક્ટોબર સુધી નોંધાયેલા મતદારોની અપડેટ સંખ્યા 9,70,25,119 છે.
આ સહિત બીજા અને અંતિમ તબક્કામાં આજે ઝારખંડની કુલ 81 વિધાનસભા બેઠકોમાંથી 38 પર મતદાન થશે, જેમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના ઉમેદવાર અને મુખ્યમંત્રી હેમંત સોરેન, તેમના પત્ની કલ્પના સોરેન અને વિપક્ષી નેતા અને ભાજપ સહિત 528 ઉમેદવારો છે. ઉમેદવાર અમર કુમાર બૌરી ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે થયું હતું. આજે 14,218 મતદાન મથકો પર મતદાન શરૂ છે.