- જાનીવડલા ગામ પાસે ગિરનારી આશ્રમ ખાતે મહા રુદ્રયજ્ઞ યોજાયો
- આ યજ્ઞ ગિરનારી આશ્રમના શ્રી સંત ગોપાલ ગીરી બાપુની આગેવાનીમાં યોજાયો હતો
- યજ્ઞમાં લાખોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા
Chotila : જાનીવડલા ગામ પાસે ગિરનારી આશ્રમ ખાતે મહા રુદ્રયજ્ઞ યોજાયો હતો. ગિરનારી આશ્રમ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે 251 કુંડી મહા રુદ્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં લાખોની સંખ્યામાં લોકોએ દર્શન કરી ધન્યતાનો લાભ લીધો હતો. યજ્ઞની અંદર લાભ લેવા માટે ગુજરાતના લોકો તો ખરા જ પણ મહારાષ્ટ્ર એમ.પી. તેમજ રાજસ્થાનથી પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યજ્ઞમા યજમાનો પાસેથી કઈ ચાર્જ લિધા વિના વિનામૂલ્ય બેસાડવામાં આવ્યા હતા. તેમજ કોઈપણ વસ્તુની વ્યવસ્થા પણ યજમાનોને કરવાની ન હતી. યજ્ઞમાં સતત પાંચ દિવસ સુધી ભજન અને ભોજન પણ શરૂ રહ્યા હતા.
અનુસાર માહિતી મુજબ, ચોટીલાના જાનીવડલા ગામ પાસે ગિરનારી આશ્રમ ખાતે મહા રુદ્રયજ્ઞ યોજાયો હતો. તેમજ ચોટીલાથી આશરે 10 કિલોમીટર દૂર જાનીવડલા ગામ પાસે ગિરનારી આશ્રમ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે 251 કુંડી મહા રુદ્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. તેમજ આ યજ્ઞ ગિરનારી આશ્રમના સંત શ્રી ગોપાલ ગીરી બાપુની આગેવાનીમાં યોજાયો હતો. આ યજ્ઞમાં લાખોની સંખ્યામાં લોકો ઊંમટી પડ્યા હતા. આ યજ્ઞ 5 દિવસ સુધી અખંડ યજ્ઞ શરૂ રહ્યો હતો.
આ દરમિયાન યજ્ઞની અંદર લાભ લેવા માટે ગુજરાતના લોકો તો ખરા જ પણ મહારાષ્ટ્ર MP તેમજ રાજસ્થાનથી પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ આશ્રમ ખાતે નવેમ્બર 2017 માં ગોપાલ ગીરી બાપુ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે 251 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞ પણ યોજાયો હતો. તેમજ યજ્ઞમા યજમાનો પાસેથી કઈ ચાર્જ લિધા વિના વિનામૂલ્ય બેસાડવામાં આવ્યા હતા તેમજ કોઈપણ વસ્તુની વ્યવસ્થા પણ યજમાનોને કરવાની ન હતી. આ ઉપરાંત આ યજ્ઞમાં સતત 5 દિવસ સુધી ભજન અને ભોજન પણ શરૂ રહ્યા હતા. તેમજ યજ્ઞના અંતિમ દિવસે ધર્મ સભા પણ યોજાઇ હતી, આ ધર્મ સભામાં ભારતભરમાંથી સાધુ સંતો પધાર્યા હતા. તેમજ આવનાર સાધુ-સંતોને લાખો રૂપિયાની દાન ભેટ પણ આપવામાં આવી હતી. તેમજ આજુબાજુના ગામો એટલે કે જાનીવલા ,નાની મોલડી, ભલગામ, મેસરીયા ,રંગપર વગેરે ગામોના લોકોએ આ દ્વિતીય યજ્ઞ આ વિસ્તારની અંદર થતા ધન્યતા અનુભવી હતી.
અહેવાલ : રણજીતસિંહ ધાંધલ