- અમદાવાદ પોલીસ બેડામાં મોટા ફેરફાર
- એક સાથે 13 પોલીસકર્મીની અલગ અલગ જિલ્લામાં કરાઈ બદલી
- અલગ-અલગ જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી બદલી કરાઈ
- શહેરમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કથળી
Ahmedabad : શહેરમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર શરૂ કરાયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 પોલીસ કર્મચારીઓની અમદાવાદ બહાર જિલ્લાઓમાં બદલીના કમિશનરે આદેશ આપ્યા છે. તેમજ વહીવટી કારણોસર રાજેન્દ્રસિંહ ગોહિલની તાપી, કેયુર બારોટની જૂનાગઢ, સિરાજ મન્સુરીની પોરબંદર, હરવિજયસિંહ ચાવડાની અમરેલી, જગદીશ પટેલની પશ્ચિમ કચ્છ ભુજ અને મહેન્દ્રસિંહ દરબારની જામનગર સહિત 13 વહીવટદારોની બદલી કરાય હતી.
એક સાથે 13 પોલીસકર્મીઓની બદલી કરાય
અનુસાર માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 13 જેટલા પોલીસકર્મીઓને અલગ-અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. તેમજ આ પોલીસકર્મીઓની વહીવટી કારણોસર તાત્કાલિક અસરથી જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે. આ દરમિયાન એવી ચર્ચા છે કે બદલી કરાયેલા પોલીસકર્મીઓને અલગ અલગ જિલ્લામાં બદલી કરાય હતી.