Narmada : ભારત સરકારની સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે “વિશ્વ શૌચાલય દિવસ” 2024 નિમિત્તે જિલ્લા કક્ષાની ડીસ્ટ્રીકટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM) ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવે, ‘‘આપણુ શૌચાલય, આપણુ સન્માન’’ થીમ પર આગામી તા. 10 ડિસેમ્બર સુધી ચાલનાર વિશ્વ શૌચાલય દિવસના સિદ્ધાંતો અને લક્ષ્યોનાને વ્યાપક-જન ભાગીદારી અને નાગરિકોની સહભાગીતાને પ્રોત્સાહન આપવા અને ઝુંબેશના કાર્યક્ષેત્રને વિસ્તારવા માટે સમુદાય જૂથો, શૈક્ષણિક સંસ્થાઓ અને NGO ને સક્રિયપણે સામેલ કરવા, આ યોજનાની તમામ પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ જનભાગીદારી થાય તે સુનિશ્ચિત કરવું
આ ઝુંબેશના સમયગાળા દરમિયાન કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવા, ગ્રામ પંચાયત સ્તરે શ્રેષ્ઠ વ્યક્તિગત શૌચાલય અને બ્લોક/જિલ્લા સ્તરે શ્રેષ્ઠ સામુહિક શૌચાલય (CSC) નિર્ધારિત કરવા સ્પર્ધાઓનું આયોજન અને નિર્ધારીત સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવા, દરેક સામુહિક શૌચાલય (CSC)માં વિકલાંગ વ્યક્તિઓ (દિવ્યાંગજન) ની સરળતાથી ઉપયોગ કરી શકે તે ધ્યાન લેવા અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પણ પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) વિભાગ, અને આરોગ્ય વિભાગો સાથે આંતર-વિભાગીય બેઠકોનું આયોજન કરી આંગણવાડી કેન્દ્રો (AWCs), શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs), સમુદાય આરોગ્ય કેન્દ્રો (CHCs) વગેરેમાં શૌચાલય અને પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા તેમજ ગૌરવ શિબિરોનું આયોજન કરી અને સફાઈ કર્મચારીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવો અને સ્વચ્છતા કામદારોના પ્રયાસોની ઓળખ કરવી અને તેમનું સન્માન કરવું, શૌચાલયના ઉપયોગ બાબતે લોકોની સ્વચ્છતા સંબંધિત સુધારા/જાગૃત્તતા લાવવા જિલ્લા/તાલુકા/ ગ્રામ સ્તરની અલગ અલગ પ્રવૃતિઓ હાથ ધરવા પર ખાસ ધ્યાન આપવા જણાવ્યુ હતું. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી સહિત જિલ્લાકક્ષાની ડીસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM) ની કમિટીના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતાં.