- લોકોને ધક્કા ખાવા પડતા હોવાના કરાયા આક્ષેપો
- કેટલાક લોકોને તાત્કાલિક કામ કરી દેતા હોવાના આક્ષેપો
- એક જ લોગ ઇન આઈ ડી હોવાથી કાર્યમાં વિલંબ પડે છે
- કમ્પુટરના ઓપરેટરો જે હાજર નથી રહેતા તેના પર કાર્યવાહી કરાશે
રાજ્ય સરકાર દ્વારા ઈ-ઓળખ પોર્ટલ શરુ થયા બાદ એક જ કોમ્પ્યુટરમાં પોર્ટલમાં લોગ-ઈન થવાતું હોવાના કારણે જામનગર મહાનગરપાલિકામાંથી લોકોને ૩ થી ૪ દિવસે અને ફરજીયાત બે ધક્કે જન્મ-મરણના દાખલા મળે છે. છેલ્લા ૧૫ દિવસથી આ સમસ્યા સર્જાઈ હોવાના અરજદારો દ્વારા આક્ષેપો કરાયા છે. મનપામાં જન્મ મરણ શાખામાં એક આઇડી પર કામ ચાલુ હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી હોવાનું જણાવાયુ છે. તેમજ અવારનવાર સર્વર ડાઉન હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી હોવાનું અરજદારોને કહ્યું હતું. હાલના દિવસોમાં બે-ત્રણ કલાક ઉભવા છતાં લોકોને સર્ટીફીકેટ મળતા નથી માત્ર ટોકન આપવાની પધ્ધત્તિ મહાનગરપાલિકાના તંત્ર અમલમાં લાવતા અરજદારો હેરાન થઈ રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા ઈ-ઓળખ પોર્ટલ શરુ થયા બાદ એક જ કોમ્પ્યુટરમાં પોર્ટલમાં લોગ-ઈન થવાતું હોવાના કારણે જામનગર મહાનગરપાલિકામાંથી લોકોને ૩ થી ૪ દિવસે અને ફરજીયાત બે ધક્કે જન્મ-મરણના દાખલા મળે છે. છેલ્લા ૧૫ દિવસથી આ સમસ્યા સર્જાઈ છે. મનપામાં જન્મ મરણ શાખામાં છેલ્લા 6 મહિનાથી એક આઇડી પર કામ ચાલુ હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે.
જમાયુકોમાં એક જ આઇડી પર કામ ચાલે છે અન્ય કર્મચારીઓના આઇ ડી બંધ છે. પરિણામે ઓનલાઇન કામગીરી અટકી જતા અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે. બીજું કે અવારનવાર સર્વર ડાઉન હોવાથી લોકોને આ મુશ્કેલી પડી રહી છે. જન્મ મરણના દાખલામાં સુધારા વધારા કરવા માટે સવારથી લોકોની લાઈન જોવા મળે છે. નેટ બંધ થવાના કારણે કલાકો સુધી અરજદારો લાઈન ઊભા રહે છે.
કોર્પોરેશનની જન્મ-મરણ શાખામાં રોજના 100 જેટલા જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો કાઢવામાં આવે છે. અગાઉ આ સર્ટીફીકેટ મેળવવા લોકો કેસમાં ઉભા-ઉભ સર્ટીફીકેટ મળી જતું હતું. પ્રમાણપત્રો સાંજે પાંચ વાગ્યે તૈયાર થયેલા મળી જતા હતા. આવા સર્ટીફીકેટ મેળવવા શાખામાં અરજદારોની કતાર સવારે ૧૦ વાગ્યાથી સર્જાય જતી હોય છે. પરંતુ હાલના દિવસોમાં બે-ત્રણ કલાક ઉભવા છતાં લોકોને સર્ટીફીકેટ મળતા નથી માત્ર ટોકન આપવાની પધ્ધત્તિ મહાનગરપાલિકાના તંત્ર અમલમાં લાવતા અરજદારો હેરાન થઈ રહ્યા છે.
રિપોર્ટર:- સાગર સંઘાણી