- ડીસ્ટ્રિકટ ટ્રાફીક એજયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા કરાયું આયોજન
વિશ્વમાં દરવર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે રોડ અકસ્માતમાં મરણ પામેલા લોકોને યાદ કરી તેઓના પરિવાર જનોનોને સાથે આરટીઓ પાલ સુરત કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોડ અકસ્માતમાં કેન્ડલ પ્રગટાવી ભાવભીની શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શ્રી એમ. એસ.શેખે રોડ અકસ્માતની વિગતો આપતા જણાવ્યું હતું કે,સમગ્ર ભારત દેશમાં અકસ્માતથી વર્ષ 2023માં 4,63,000 અકસ્માત નોંધાયા હતા અને 1,73,000 લોકોના રોડ અકસ્માતમાં મૃત્યું થયા હતા. સુરત શહેર અને ગ્રામ્યમાં 2730 વ્યકિતઓના અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની વિગતો આપી હતી.
કાર્યક્રમના મુખ્ય વક્તા નીતા ત્રિવેદી સિનિયર એડવોકેટ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિ તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા તેઓને મરણ પામેલા પરિવાર ને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવનારી વિવિધ સેવાકીય પ્રવૃતિ વિશે સમજૂતી આપવામાં આવી તેમજ હિટ એન્ડ રન કેસમાં તથા અકસ્માતમાં મળતી સહાય તથા તેને અનુરૂપ કાયદાકીય માહિતીની વિસ્તૃત જાણકારી આપવામાં આવી તેમજ જો કોઈને કંઈ પણ મૂંઝવણ હોય તો તેઓ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરી શકે અને કોઈપણ પ્રકારના ચાર્જ વગર વિનામૂલ્યે માહિતી આપવામાં આવે છે તેમજ કોઈપણ કાનૂની માહિતી મેળવવામાં માટે જિલ્લા કોર્ટ,સુરત ખાતે આવેલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ તેમજ પેમ્પ્લેટ વિતરણ કરાયું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં બ્રિજેશ વર્મા દ્વારા “વિશ્વ અકસ્માત સંભારણાં દિવસ” નું મહત્વ ઉપસ્થિતિ સૌને સમજાવી રોડ સેફ્ટીની પ્રાર્થના થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ સદગત અકસ્માતમાં મૃત્યું પામેલા વ્યક્તિઓ માટે ૨ મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. સાથે કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુરત શહેર અને જિલ્લામાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરનાર સેવાભાવી વ્યક્તિઓ GoodSameritan સંસ્થાઓને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ હતું જેમાં 108 એમ્બ્યુલન્સ ના પ્રોજેક્ટ મેનેજર તેમજ ડ્રાઈવર અને ટેકનિકલ ટીમનું સન્માન કરવામાં આવેલ સાથે સાથે સેવાભાવી વ્યક્તિઓ વરિષ્ઠ સીનીયર સીટીઝન રાજુ ઠક્કર (પ્રમુખ અકસ્માત નિવારણ કેન્દ્ર) જયંતિ પ્રજાપતિ (ગુજરાત રાજ્ય ઓટરિક્ષા ફેડરેશનના પ્રમુખ) તેમજ રાજુ શાહ (સુરત જિલ્લા મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ ઓનર્સ એસોસિયેશન ના પ્રમુખ) નું હાજર અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સમગ્ર સંચાલન બ્રિજેશ વર્મા (પ્રમુખ ડીસ્ટ્રિકટ ટ્રાફીક એજયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી,સુરત) દ્વારા કરવામાં આવેલ તેમજ સદર કાર્યક્રમમાં સુરત ગ્રામ્ય પોલીસ વિભાગમાં થી પીસી મહેશભાઈ શંકરભાઈ તથા WPC ચેતના બેન સોમાભાઈ ઉપસ્થિત રહેલા હતા આરટીઓ કચેરીના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ડી.બી. અસારી અને એન.પી.પટેલ સાહેબ ઉપસ્થિત રહેલા હતા અને સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના PLV કિરીટ સાવલિયા તથા કાંતાબેન તેમજ સ્થાનિક અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ ભટ્ટ તથા સ્ટાર બજાર ટ્રાફીક પીઆઈ એન.કે.ડામોર તથા ટ્રાફીક પોલીસના માણસો હાજર રહેલા સુરતના સામાજિક આગેવાનો તથા એનજીઓના સભ્યો આર્યન વર્મા સેક્રેટરી, ડીસ્ટ્રિકટ ટ્રાફીક એજયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી,સુરત નેશનલ પેરા ઓલમ્પિકના પ્રમુખ આનંદ શાહ, મિર્ઝા સોકત પ્રમુખ નેશનલ હ્યુમન રાઈટ કાઉન્સિલ, નહેરુ યુવા કેન્દ્ર, સુરતના ગૌરવભાઈ તથા તેની ટીમ તથા સામજિક આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે રોડ સેફ્ટીની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.