- હિંમતનગરમાં સાબરડેરી દ્વારા રૂપિયા ૨૧૦ કરોડના ખર્ચે બનાવેલ કેટલફીડ પ્લાન્ટનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમીત શાહ દ્વારા કરવામાં આવ્યું
- વર્ષ 1976થી વધતા વધતા વર્ષ 2024 સુધીમાં 2 હજાર મેટ્રિક ટનની કેપેસિટી સાબરડેરીએ કરી :- અમિત શાહ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલી સાબરડેરી દ્વારા સાબરદાણના ઉત્પાદનમાં વધારો કરવા માટે રૂ.210 કરોડના ખર્ચે બનાવવામાં ઓલા નવીન કેટલફીડ પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે લોકર્પણ કરાયું હતુ
હિંમતનગરના હાજીપુર પાસે સાબરડેરી દ્વારા સંચાલિત સાબરદાણનો પ્લાન્ટ આવેલો છે. જ્યાં સાબરદાણનું ઉત્પાદન થાય છે,પરંતુ માગ વધુ હોવાને લઈને રૂ.210 કરોડના ખર્ચે 35087 સ્ક્વેર મીટરમાં નવીન કેટલફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જેમાં રોજનું 800 મેટ્રિક ટન ઉત્પાદન થશે તેવી ક્ષમતા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ આહાર પૂરો પાડવા માટે નવીન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.
આ ઓટોમેટિક મશીનમાં એપ્રુવ રો મટીરીયલ્સ નાખવામાં આવ્યા બાદ પ્રોસેસ થઈને બેગમાં ભરાઈને બેગ તૈયાર થઈ જાય છે જે તમામ કામ ઓટોમેટીક થાય છે અત્યાર સુધી સાબરડેરીના દાણ પ્લાન્ટમાં રોજ અંદાજે 1250 મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન થાય છે, પરંતુ માંગ કરતા પુરવઠો ઓછો હોવાને કારણે ઘણી વખત દૂધ ઉત્પાદકોને સમયસર સાબરદાણ મળતું ન હતું જેથી ડેરીના સત્તાવાળાઓએ હાજીપુર સ્થિત પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ રૂપિયા 210 કરોડના ખર્ચે નવીન પ્લાન્ટ તૈયાર કરાયો છે, જેમાં રોજનું 800 મેટ્રિક ટન ઉત્પાદન થશે.
કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહ બપોરે હાજીપુર પાસેના સાબરદાણ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં રૂ.210 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન કેટલફીડનું લોકાર્પણ કર્યું હતું જે બાદ મહિલા સંમેલનને સંબોધિત કર્યું હતું. જ્યાં તેમણે ભારતમાતા કી જય સાથે સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું હતું કે, આજે સહકાર સપ્તાહ નિમિત્તે અદ્યતન 800 મેટ્રિક ટન ઉત્પાદન કરતા કેટલફીડ પ્લાન્ટનું લોકાર્પણ કરવા આવ્યો છું. અહીં આવતા પહેલાં મેં 800 જેટલી મહિલાઓ સાથે વાતો કરી છે. આ બધી બહેનોએ એક વાત સ્વીકારી કે અમે સન્માનપૂર્વક જીવી શકીએ છીએ તેનું કારણ સાબર ડેરી છે.
અમિત શાહે જણાવ્યું હતુ કે આ ડેરી સાડા ત્રણ લાખથી વધુ પરિવારની રોજીરોટીનું માધ્યમ બની છે હું ભુરાકાકાથી લઈ આ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર સુધીના તમામ લોકોનો આભાર માનુ છું. આજે શ્રેષ્ઠ દૂધ મંડળીનું સન્માન કરાયું મેં આજ સુધી આવા કરોડો ચેક ક્યાંય આપ્યા નથી આજે અહીં આ કાર્યક્રમથી મને આનંદ થાય છે
1976 થી વધતાં વધતાં 2024 સુધીમાં 2 હજાર મેટ્રિક ટનની કેપેસિટી સાબર ડેરીએ કરી છે. હું તેનો ખૂબ આભાર માનું છું 1970 ખાલી 40 ગ્રામ પ્રતિ વ્યક્તિ માટે દૂધ ઉપલબ્ધ હતું. જ્યારે 2024 માં 167 ગ્રામ દૂધ આપણે પૂરું પાડીએ છીએ કોઈ જગ્યાએ જો સૌથી વધુ દૂધ ઉત્પાદન થતું હોય તો તે આપણા ભારતમાં છે
વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે પ્રાકૃતિક ખેતીએ ખૂડૂતની સમૃદ્ધિનું સાધન બનશે એક દેશી ગાયમાંથી 20 એકર ખેતી થાય અને એનાથી સમાજનું સ્વાસ્થ્ય અને આપણી આવક બંને વધારીએ. બહેનો ધારશે તો પરિવર્તન કરી શકશે પહેલાં એક વીધાથી શરૂઆત કરજો અને પછી નક્કી કરજો દૂનિયાભરના સહકારીતાના લોકો મને મળવા આવે તો અમૂલ ડેરીની વાત વિશેષથી કરે દૂધ ઉત્પાદન કરવાવાળી આ બહેનો તેની મૂળ ઈકાઈ છે આજે આ નવો પ્લાન ચાલુ થયા તે તમારી આર્થિક સમૃદ્ધિમાં વિકાસ લાવશે તેવી અમીત શાહે આશા વ્યક્ત કરી હતી.
અહેવાલ : સંજય દીક્ષિત