- ત્રિદિવસીય મિલિટરી ડ્રિલમાં થલસેના, નોસેના, વાયુસેનાના બચાવ કામગીરી માટેની ક્ષમતા નિર્દેશન જારી
ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ પગલે આગળ વધી રહી છે ત્યારે ભારતની સૈન્ય શક્તિ પણ વિશ્વની ટોચની સૈન્ય શક્તિમાં સામેલ થવા તૈયારી કરી રહી છે થલસેના નૌ સેના અને વાયુ સેના માં શસ્ત્ર સરંજામ થી લઈ સૈનિકોની તાલીમ સુધીની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદર ચોપાટી ખાતે યોજાનારી ત્રણ દિવસીય લશ્કરીકવાયતની તળામાર તૈયારીઓ ચાલી રહી છે
પોરબંદર ચોપાટી ખાતે આગામી લશ્કર ની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતો નું નિદર્શન શરૂ કરવામાં આવ્યું જેની તૈય્રીઓ ચાલી રહી છે
પોરબંદર ચોપાટી ના દરિયાકાંઠે ભારતીય સેના દ્વારા આગામી 18 થી 20 નવેમ્બર દરમ્યાન ત્રિદિવસીય સૌથી મોટી લશ્કરી કવાયત યોજાશેજેમાં સેના ની ત્રણેય પાખો સંયુક્ત કવાયત કરશે. દેશ ના વિવિધ ભાગોમાં અવારનવાર પુર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે,આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ, એન.ડી. આર. એફ અને એસ.ડી.આર.એફ દ્રારા સયુંકત એક્સરસાઇઝ કરવામાં આવશે અને રાહત અને બચાવ કામગીરી નું નિદર્શન કરવામાં આવશે સમગ્ર આયોજન ને લઇ ને હાલ ચોપાટી ખાતે આર્મી ની ટીમ આવી પહોંચી હતી જેના દ્વારા એકસરસાઈઝ શરૂ થતા પહેલા સાધન સામગ્રી વગેરેનું નિરીક્ષણ કરાયું હતું બે દિવસ આર્મી ના જવાનો ને તાલીમ પણ આપશે ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી તમામ કામગીરીની એક્સરસાઇઝ ત્રણ દિવસ દરમ્યાન કરવામાં આવી છે અને સમગ્ર એકસરસાઈઝ દરમ્યાન રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી પટેલ ઉપસ્થિત રહેશે ઉપરાંત વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના વયકત કરવામાં આવી રહી છે