- શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલો કિસ્સો
- સોનાની છેતરપિંડીના મામલો, આપઘાત, તોડકાંડ અને બધડાટી સુધી પહોંચ્યો
- પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા!!, બે પોલીસમેનને પાણીચું
- ત્રાસથી સોની વેપારીએ લીંબડીમાં કર્યો હતો આપઘાત
- સોનું પડાવી લેવાના આક્ષેપમાં બે કોન્સ્ટેબલમે કર્યા સસ્પેન્ડ
- ચાર શખ્સે ચોરી કરી હોવાનું નોટરી કરાવી લીધું પછી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી પગલું ભર્યું હતું
શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા અને પોલીસને ડાઘ લગાડતી ઘટનાથી પોલીસ બેડામાં અને શહેરીજનોમાં ચકચાર મચાવી છે જેમાં સોનાની છેતરપિંડીના મામલે એ -ડિવિજન પોલીસે કબજે કરેલું સોનુ બે વેપારીઓ અને પરત અપાવી અને બે વેપારીને ન મળ્યું હોવાથી તે ઉઘરાણી કરતા જેના ત્રાસથી પ્રોઢે આપઘાત કરી લીધો હતો અને જે બનાવવામાં લીબડી પોલીસે સુસાઇડ નોટ ના આધારે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળના ગુના નોધયો હતો. હા મામલે મૃતકના પરિવાર દ્વારા સોની બજારમાં ચાર પૈકીનો એક આરોપી હોવાની કંટ્રોલને જાણ કરતા જેના આધારે એ ડિવિઝન પોલીસે અટકાયત કરી અને લીબડી પોલીસ દ્વારા નોટિસના આધારે આરોપીઓનું નિવેદન લઇ અને તપાસમાં સહકાર આપવાની શરતે જવા દીધો હતો તેમજ સોનાની છેતરપિંડી ના મામલામાં પોલીસ દ્વારા તોડ થયાના આક્ષેપ બહાર આવતા પોલીસ કમિશનર દ્વારા બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. વધુ વિગત મુજબ શહેરમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે ખાખીનો ખુબ ઓછી રહ્યો હોય તેમ નજીવી બાબતે બે પરિવાર વચ્ચે બગડાટી ની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં
સોની વેપારી અશ્વિનભાઇએ લીંબડીમાં કરેલા આપઘાતમાં ચાર શખ્સ સામે લીંબડી પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાના એક આરોપીને પકડાવવા માટે પોલીસને લઇને ત્યાં પહોંચ્યા ત્યારે મૃતકના પરિવારજનો અને આરોપીના પરિવારજનો વચ્ચે હાથોહાથની જામી પડી હતી.શ્રમજીવી સોસાયટીમાં રહેતા તેજસભાઇ વિનોદરાય આડેસરા (ઉ.વ.41)એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેશ ભરત પારેખ, સુજલ ધર્મેશ પારેખ, આર્યન ધર્મેશ પારેખ, ધર્મેશનો ભાણેજ, ધર્મેશના બહેન અને ધર્મેશના બનેવીના નામ આપ્યા હતા. તેજસભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અશ્વિનભાઇ આડેસરાએ કરેલા આપઘાતમાં ધર્મેશ પારેખ, અતુલ ભરત પારેખ, વિવેક વિનુ ભૂવા અને મનોજ પ્રહલાદ રાજપરા સામે ગુનો નોંધાયો હતો. આ ચાર પૈકીનો એક આરોપી અતુલ પારેખ તેના ઘર પાસે હોવાની માહિતી મળતાં તેજસભાઇ અને તેના પરિવારના સભ્યો પોલીસને લઇને પ્રહલાદ પ્લોટમાં પહોંચ્યા હતા. જ્યાં ઉપરોક્ત તમામ આરોપીઓએ એક સંપ કરી હુમલો કર્યો હતો. પોલીસની હાજરી હોય આરોપીઓએ હુમલો કરતા પોલીસની વધુ ટીમ બોલાવવામાં આવી હતી. સામાપક્ષે દર્શનાબેન ધર્મેશભાઇ પારેખે (ઉ.વ.40) વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે હિરને અશ્વિન આડેસરા, તેજસ વિનોદરાય આડેસરા, જયશ્રી તુષાર રાણપરા, તુષાર રાણપરા, તુષારના બે પુત્ર અને બે અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા.
દર્શનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે તમામ પરિવારજનો ઘરે હતા ત્યારે હિરેન આડેસરા સહિતના લોકો પોલીસને લઇને આવી પહોંચ્યા હતા અને અતુલ પારેખ ક્યાં છે તેમ કહી માથાકૂટ કરી હતી. હિરેન ઉશ્કેરાયો હતો અને તેણે દર્શનાબેનને ફડાકા ઝીંક્યા હતા તથા દર્શનાબેનના પતિ ધર્મેશ, બે પુત્ર સુજલ અને આર્યન તથા તેમના નણંદ અને નણદોયાને પણ હિરેન સહિતના હુમલાખોરોએ લાકડીથી ફટકાર્યા હતા. ઘટનાને પગલે પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં દેકારો મચી ગયો હતો. પોલીસે બંને જૂથના 14 શખ્સ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આમ ચર્ચા તે મુજબ હિરેન આડેસરા દ્વારા વિવેક પટેલ મનોજ રાજપરા ધર્મેશ પારેખ અને અતુલ પારેખ નામના વેપારીનું સોનુ કામ કરતો હોવાથી તેઓએ સોનું આપ્યું હતું તે સોનુ તેઓએ બંગાળી કારીગરને ખળામણ માટે આપ્યું હતું બાદ ઉપરોક્ત ચારે શકશો એ ડિવિઝન પોલીસ મથકમાં હિરેન આડેસરા વિરુદ્ધ સોનાની ખેતરપિંડી કર્યા અંગેની અરજી કરી હતી ત્યારથીના કામે હિરેન આડેસરાને એ ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી ત્યારે વિવેક પટેલ અને મનોજ રાજપરા દ્વારા ખાનગી ગાડીમાં લઈ જાય લખાણ લખાવી લઈ અને કોરા ચેક પડાવી લીધા હતા. બાદ પોલીસ દ્વારા બંગાળી કારીગરો પાસેથી સોનુ કબજે કર્યું હતું જેમાંથી વિવેક પટેલ અને મનોજ રાજપરા ને સોનુ આપ્યું હતું ને ધર્મેશ પારેખ અને અતુલ પારેખને સોનું મળ્યું ન હતું બાદ વિવેક પટેલ અને મનોજ રાજપરા દ્વારા સોનુ મળ્યા નું નિવેદન નોંધ્યું હતું બાદ વિવેક હિરેન આડેસરાની 151 કરી અને જવા દીધો હતો બાદ હિરેન આડેસરાય એ વિવેક અને મનોજ ને આપેલા ચેક અને લખાણ પરત આપવાનું કહેતા બંને દ્વારા ટોર્ચર કરાતા હાથી અશ્વિનભાઈ તેના પિતા અશ્વિનભાઈ એ લીમડી ખાતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જેમાં લીમડી પોલીસ દ્વારા સુસાઇડ નોટ ના આધારે વિવેક પટેલ ,મનોજ રાજપરા, ધર્મેશ પારેખ અને અતુલ પારેખ સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદ ચારેય આરોપી દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી છે. વાત તારીખ 17 ની રાત્રે અતુલ પારેખ પોતાની ઘરે હોવાની હિરેન આડેસરાના પરિવારને જાણ થતા તેઓ દોડી ગયા હતા ત્યારે બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જેમાં મામલો મારામારી શોધી પહોંચ્યો હતો તો આ બનાવની જાણ પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જાય બંને પક્ષે સામ સામે ગુનાઓ નોંધે આરોપીઓની શોધખોળ આધારિત છે.
રાજકોટના સોની વેપારીએ લીંબડીમાં ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું. સોની વેપારીને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરનારા રાજકોટના 4 શખ્સ સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. વધુ વિગત મુજબ શ્રમજીવી સોસાયટી, ઢોલારિયાનગર, બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા સોનાની મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હિરેન અશ્વિનભાઈ આડેસરા(સોની)એ સોનાની ચોરી કરી છે! એવી કબૂલાત કરાવી રાજકોટના સોનાના વેપારી ધર્મેશ પારેખ, અતુલ પારેખ, મનોજ પ્રહલાદભાઈ અને વિવેક ઉર્ફે ભૂવો વિનુભાઈ પટેલે વકીલ પાસે નોટરી લખાણ કરાવી લીધું હતું. નોટરી લખાણ બાદ ચારેય વેપારીએ હિરેન સાથે સમાધાન કરી લીધું હતું. છેલ્લા એક મહિનાથી ધર્મેશ, અતુલ, મનોજ અને વિવેક પટેલે હિરેનના પિતા અશ્વિનભાઈ આડેસરાને નોટરી લખાણ સમાજમાં દેખાડી બદનામ કરવાની ધમકી આપી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તા.14 ઓક્ટોબરે અશ્વિનભાઈ આડેસરા પત્ની સાથે પુત્રી ભાવિકાના ઘરે લીંબડી આવ્યા હતા. બપોર પછી પુત્રીના ઘરેથી નીકળી રાજકોટ જવા માટે પતિ-પત્ની લીંબડી હાઈવે સર્કલ પાસે પહોંચ્યા હતા. જ્યાં 60 વર્ષના અશ્વિનભાઈને ઊલટી થવાનું શરૂ થઈ ગયું હતું. ચારૂલતાબેને ઊલટી થવાનું કારણ પૂછ્યું તો અશ્વિનભાઈએ જણાવ્યું કે, તેમણે ધર્મેશ, અતુલ, મનોજ અને વિવેકના ત્રાસથી કંટાળી તેમને ઝેરી પદાર્થ ગટગટાવી લીધો છે. તેમને સારવાર અર્થે લીંબડી અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.અશ્વિનભાઈ પાસેથી સ્યૂસાઈડ નોટ મળી હતી જેમાં ધર્મેશ, અતુલ, મનોજ અને વિવેકના ત્રાસથી કંટાળીને તેમને જીવન ટૂંકાવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે મરવા મજબૂર કરનાર ચાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- કાયદા મુજબ કાર્યવાહી પૂર્ણ કરી છે: લીંબડી ડીવાયએસપી રબારી
- પુરાવાના અભાવે અને તપાસમાં સહકાર આપવાની બાહેધરી આપતા ધર્મેશ પારેખને જવા દીધો
‘લીંબડી ખાતે ઝેરી દવા પી આપઘાત કરી લેનાર મૃતક અશ્ર્વિનભાઇના પરિવારજનો દ્વારા વિવેક વિનુ પટેલ, મનોજ રાજપરા, ધર્મેશ પારેખ અને અતુલ પારેખ સામે આપઘાતની ફરજ પાડવાની સુસાઇટ નોટના આધારે લીંબડી પોલીસ દ્વારા ગુનો નોંધાયો હતો. બાદ મૃતકના પરિવારજનોએ ધર્મેશ પારેખ સોની બજારમાં હોવાની જાણ કંન્ટ્રોલને કરતા ક્ધટ્રોલે એ એ ડીવીઝન ને જાણ કરતા સ્ટાફ દ્વારા વર્ધીના આધારે ધર્મેશ પારેખની અટક કરી લીંબડી પોલીસને જાણ કરતાં સ્ટાફ દ્વારા નોટીસના આધારે ધર્મેશ પારેખની પુછપરછ કરતા જેુમાં પુરાવાના અભાવે ધર્મેશ પારેખને પુછપરછ માટે બોલાવી ત્યારે આવવું અને તપાસમાં સહકાર આપવાની શરતે જવા દેવામાં આવ્યો હોવાનું લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારીએ ‘અબતક’ મીડીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું.