પ્રાકૃતિક કૃષિ- નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં 5 ગ્રામ પંચાયત દીઠ ફાર્મર માસ્ટર ટ્રેનરની જવાબદારી નિભાવનાર પ્રગતિશિલ ખેડૂતશ્રી નામશરણભાઈ તડવી. ઝરીયા ગામના પ્રગતિશિલ ખેડૂતમિત્ર વર્ષ 2019 થી પ્રાકૃતિક ખેતી કરે છે અને અન્યને પ્રેરિત કરે છે. પાકનુ વેચાણ કરવા માટે માર્કેટ જવુ પડતુ નથી પણ ઘર બેઠા વેચાણ થાય છે- ખેડૂત નામશરણ તડવી. પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં લાલ ડાંગર, કપાસ, તુવેર, ખાટી ભીંડી, હળદર, એલચી, મેથી, મરચા, ભીંડા, રીંગણ, ટામેટા, દુધી, આંદુ, વાલ-પાપડી, સફરજન જેવા પાકોનું વાવતેર કરે છે. ફાર્મમાં લીમડો, બોર, લીંબુ, સરગવો, પપૈયા, આંબો, સીતાફળ, જામફળ, જાબુડો, ખાટુમડા, આંમળા છે જે આંતર પાકનુ રક્ષણ પણ કરે છે.
રાજપીપલા પ્રોજેકટ ડાયરેકટર આત્મા પ્રોજેકટના માર્ગદર્શન હેઠળ આત્મા યોજના અંતર્ગત પિયત ખેતી હેઠળના પાકોની પ્રાકૃતિક ખેત પધ્ધતિ અપનાવનાર તેમજ હાલમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ગરૂડેશ્વર તાલુકામાં 5 ગ્રામ પંચાયત દીઠ પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં, ફાર્મરમાસ્ટર ટ્રેનર તરીકેની જવાબદારી નિભાવવાની કામગીરી કરનાર આદિવાસી ખેડુતમિત્ર નામશરણ તડવી. ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા ગામના પ્રગતિશિલ ખેડૂતમિત્રએ જણાવ્યુ હતું કે, વર્ષ 2019માં સુભાષ પાલેકરે પોઈચા ખાતે નર્મદાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મહત્વ વિશે એક શિબિર યોજી હતી. આ શિબિર થકી પ્રાકૃતિક ખેતી કરવા માટે મને પ્રેરણા મળી ત્યારથી હુ પ્રાકૃતિક ખેતી કરૂ છું.
ઘર-આંગણે જ શાકભાજી પણ કરીએ છે અને રોજ-બરોજના જીવનમાં ઉપગોગ કરીએ છે. પ્રાકૃતિક ખેતી થકી આવનાર પેઢીને પણ પ્રોત્સાહન મળશે, પરિવારને પૌષ્ટિક આહાર મળે છે તેમજ જમીન ફળદ્રુપ બને સારો એવો પાક મળે સાથે જમીનની ગુણવત્તામાં વધારો થાય એ હેતુ સાથે પ્રાકૃતિક ખેતી તરફ કદમ વધાવ્યુ છે. રાજપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યુ છે. ત્યારે ગાંધીનગર ખાતે રાજપાલશ્રીના માર્ગદર્શન હેઠળ 9 દિવસની પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ લીધી છે. જેના થકી મને ઘણુ પ્રોત્સાહન મળેલ છે. અને હુ ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કરૂ છું. ખેતરમાં પાક તૈયાર થાય એના પેલા મને ફોન પર ઓર્ડર મળી જાય છે. એટલે પાકનુ વેચાણ કરવા માટે માર્કેટ જવુ પડતુ નથી પણ ઘર બેઠા વેચાણ થાય છે. જેનાથી મારૂ આવવા-જવાનો સમય બચે છે. અને ખેતી કામમાં વધારે સમય આપી શકુ છું.