- જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો
- ગેરકાયદે માછીમારી કરનારા સામે કડક કાર્યવાહી કરવા માંગ
- જાળમાં માછલાઓ અને બે કાચબાઓ મૃત હાલતમાં મળી આવ્યા
- કાયમી સિક્યોરીટીની વ્યવસ્થા કરવા માંગ
જામનગરના લાખેણા લાખોટા તળાવમાં ફરી એક વખત ગેરકાયદે માછીમારી સામે આવી છે. આવારા તત્વો માછીમારી કરતા હોવાનું સામે આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં પાછલા તળાવમાં જુની આરટીઓ પાસે માછીમારી કરતા શખ્સોએ તળાવમાં જાળ નાખી હતી. જે જાળમાં માછલાઓ અને બે કાચબાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તંત્ર આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, જામનગરના લાખેણા લાખોટા તળાવમાં ફરી એક વખત ગેરકાયદે માછીમારી સામે આવી છે. એક શખ્સને ઝડપી લેવાયો છે. એક બાજુ જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળનું લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન થઈ રહ્યું છે. બીજી બાજુ આવા તત્વો માછીમારી કરતા હોવાનું સામે આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
જામનગરના પાછલા તળાવમાં જુની આરટીઓ પાસે માછીમારી કરતા શખ્સોએ તળાવમાં જાડ નાખી હતી. જે મામલે જાણ થતા જ સ્થાનિકોએ દેકારો કર્યો હતો. જે જાડમાં માછલાઓ અને બે કાચબાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા તે જાળ બહાર કાઢવામાં આવી હતી. બે કાચબા અને અન્ય માછલાઓના મોત થતાં અરેરાટી મચી હતી. તંત્ર આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.
રિપોર્ટર: સાગર સંઘાણી