Bhavnagar :બાળકો, નિર્દોષ અને સંવેદનશીલ, વિશ્વભરમાં અકલ્પનીય દુખને આધિન છે. તેમજ બાળકો સામે કરવામાં આવેલા કેટલાક ખૂબ જ ભયંકર અત્યાચારમાં શામેલ છે. આ ઉપરાંત ભાવનગરની આ ક્રૂર મહિલા કે જેણે ફૂલ જેવી બાળકી સાથે અત્યાચાર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં 9 વર્ષની બાળકીને તેની સાવકી માતા બંને પગ બાંધી, મોઢે પ્લાસ્ટિક ટેપ લગાવી, માથાના વાળ અને આંખના નૈણ કાપી ટીપડામાં પુરી ભૂખી તરસી રાખતી હતી.
મળતી માહિતી મુજબ, ભાવનગરમાં સાવકી માતાએ એક 9 વર્ષની માસૂમ બાળકી સાથે અત્યાચારનો ભોગ બની. સાવકી માતાએ બાળકીને નિર્દયતાથી માર મારી તેના વાળ કાપી નાખ્યા, તેમજ તેના મો પર પ્લાસ્ટિક ટેપ મારી દીધી અને તેને એક ટીપડામાં પુરી દીધી હતી. જોકે પડોશીઓને જાણ થતા જ તેમણે પોલીસને જાણ કરી બાળકીનું રેસક્યુ કરાવ્યુ હતુ.
અગાઉ પણ બાળકી પર અત્યારની વાત બાળકીએ જણાવી જે સાંભળીને કંપારી છુટી જાય કે માસૂમનો વાંક શું. તેમજ પાડોશીઓએ પોલીસને જાણ કરી અને પોલીસે તુરંત બાળ કલ્યાણ વિભાગને જાણ કરતાં બાળ કલ્યાણ વિભાગના અધિકારી અને હોદ્દેદારો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સાથે બાળ કલ્યાણ વિભાગે બાળકીનો કબજે કરી તાપીબાઈ ગૃહ ખાતે રાખવામાં આવી છે. આ ઉપરાંત બાળકીની સાવકી માતા પર કડક પગલાં લેવા માટે કાર્યવાહી શરૂ કરી.
આ દરમિયાન બાળકીએ જણાવ્યા મુજબ બાળકીને અગાઉ સાવકી માતાએ પંખે પણ લટકાવી હતી. તેમજ સાવકી માતાના આ અત્યાચારની બાળકીના પિતાને જાણ હોવા છતા તેને કંઈ કહેતા ન હોવાનું પણ બાળકીએ જણાવ્યુ. તેમજ આ માસૂમ એટલી હદે ગભરાઈ ગઈ છે કે હવે તેની પાસે જવાની પણ ના પાડી રહી છે. આટલી નાની બાળકી પાસે સાવકી માતા ઘરના મોટાભાગના કામ કરાવતી અને તેને જમવા પણ ન આપતી હોવાનુ જણાવ્યુ. આ દરમિયાન જિલ્લા બાળ કલ્યાણ અધિકારીના જણાવ્યા મુજબ, હાલ બાળકીને તેને તાપીબાઈ આશ્રય ગૃહમાં રાખવામાં આવી છે. તેમજ આ અંગેની આગળની કાર્યવાહી બાળ કલ્યાણ સમિતિ દ્વારા કરવામાં આવશે.