- સુવિધાસભર ઉતારા, મંડપારોપણ વિધી, જાજરમાન મંડપો, સુંદર બેઠક વ્યવસ્થા,અનેરૂ સ્ટેજ, રોશનીઓના ઝળહળાટ સુંદર સંચાલન સાથે ભારે હૈયે દીકરીઓને સાસરે વળાવી
જામનગરમાં સેવા સંસ્થા તપોવન ફાઉન્ડેશન અને વડિલ વાત્સલ્યધામ દ્વારા સર્વ જ્ઞાતિની માતા-પિતા કે પિતા વિહોણી 16 દિકરીઓના લગ્ન રવિવારે તા. 17મીની સાંજે ધામધુમથી યોજાયા હતા. આ સમુહ લગ્નોમાં એક સાથે 16 જાનોના સામૈયા બાદ સંતો- મહંતોના આશિર્વાદ લઈને 16 યુગલો શાસ્ત્રોક્ત વિધિપુર્વક દાંપત્ય જીવનના તાંતણે બંધાયા હતા.
જામનગરની સંસ્થા તપોવન ફાઉન્ડેશન નિર્મિતમાતુશ્રી ઇચ્છાગૌરી છોટાલાલ જાની,વડીલ વાત્સલ્યધામ (વીજરખી રોડ,જામનગર) માં અનાથ દીકરીઓ,નબળા વર્ગની દિકરીઓ કે જેમના પિતા હયાત નથી તેવી 16 દિકરીઓના ક્ધયાદાન- લગ્નોત્સવનો,સમુહલગ્ન સંસ્થાના ફાઉન્ડર રાજેનભાઇ જાની,ટ્રસ્ટી પરેશભાઇ જાની અને ટ્રસ્ટી વસુબેન ત્રિવેદીની જહેમતથી અને તેઓના અદભૂત આયોજન અને બહુમુલ્ય માર્ગદર્શનથી અને તેઓએ જુદી જુદી સુચારૂ વ્યવસ્થાઓ માટે કટીબદ્ધ કરેલા સ્વયં સેવક ભાઇઓ બહેનોની જુદી જુદી વ્યવસ્થા સમિતિઓની સમર્પિતતાથી સંપન્ન થયો હતો
આ પ્રસંગ વિધીવિધાન સાથે,લગ્ન સમારંભ માટે આદર્શ જગ્યામાં, જુનાગઢ, ભવનાથના, ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથજી બાપુ-ગુરૂ ત્રીલોકનાથજી બાપુ, ખીજડા મંદિરના ગાદીપતિ મહંત કૃષ્ણમણીજી સહિતના સંતો મહંતો, જામનગર જીલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા સહિતના મહાનુભાવો, ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના જન પ્રતિનિધીઓ, લોહાણા સમાજના ગુજરાતના પ્રમુખ જીતુભાઇ લાલ સહિતના આગેવાનો,તબીબો,પુર્વ મેયરો સહિત સૌ આમંત્રીતોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો, ભાવના હોય,સમર્થતા હોય,સંકલ્પ હોય,સંયોગ હોય,સમાજ પ્રત્યે સન્માન હોય,વ્યવસ્થાની સુસજ્જતા હોય,દીર્ઘદ્રષ્ટીભર્યુ આયોજન હોય.ત્યારે આવા લગ્નોત્સવ ધામધૂમ પુર્વક યોજી શકાય છે,કોઇ પરીવારમાં એક દિકરીના લગ્ન હોય તો પણ ખૂબજ જહેમત ઉઠાવાતી હોય છે ત્યારે અહી 16 દીકરીઓના લગ્ન યોજાયા તે પણ ધામધૂમથી તે અંગે ટ્રસ્ટીઓના સઘન માર્ગદર્શન સાથે કાર્યકર્તાઓની જહેમત,16 દીકરીઓના પરીવારના ઉત્સાહ,ઉપસ્થિતોના આશીર્વાદ વગેરેથી સંપન્ન થયા. સુવિધાસભર ઉતારા, મંડપારોપણ(માંડવા પ્રસંગ) વિધી ,જાજરમાન મંડપો સુંદર બેઠક વ્યવસ્થા,અનેરૂ સ્ટેજ,રોશનીઓના ઝળહળાટ,સુંદર સંચાલન,જાનના ભાવભર્યા સામૈયા,શાસ્રોક્ત લગ્નવિધી,મહેમાનોના સ્વાગત,ભવ્ય અને સ્વરૂચી ભોજન સમારંભ, જાનને(દિકરીઓને) વિદાય સહિતના અનેક તબક્કાઓ સુંદર રીતે અને ભાવભર્યા સંપન્ન થયા હતા.
ખાસ કરીને દીકરીઓ માટે આવા પ્રસંગો યોજવા અંગે ટ્રસ્ટીઓ રાજેનભાઇ જાની,પુર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, પરેશભાઇ જાનીએ જણાવ્યુ છે કે સાસરે જતી દીકરી બે ઘરનું અજવાળુ છે તેને પિયર માટે લગાવ અને સાસરે જવાબદારીઓ બંને હોય છે જે નિભાવવુ અઘરૂ હોય છે તેમજ જ્યારે દીકરીઓ માટે ક્ધયાદાન પણ ખૂબજ અગત્યનો તબક્કો છે એ પુણ્ય કર્મ છે ઉપરાંત આપણી પરંપરા અને સંસ્કૃતિ મુજબ લગ્ન થાય સાથે બધી જ જરૂરીયાતની કરીયાવર રૂપે ભેંટ અપાય તેમજ ધામધૂમપુર્વક લગ્ન બધું જ જીવનભરનું સંભારણું બને છે અને આ રીતે દુલ્હન બનતી ક્ધયાને પરણવા આવતા વરરાજાને પણ માન સન્માન તેમજ વિવિધ વિધી સમારંભો સાથેના વિવાહ સંભારણા સમાન બની રહે છે જે સફળ બનાવવા અમારો નમ્ર પ્રયાસ હોય છે કેમકે અનાથ દીકરીઓ,પિતા હયાત ન હોય તેવી દિકરીઓ,નબળા વર્ગની દિકરીઓને જીવનના અતિ મહત્વના પડાવ લગ્નનો પુરતો લ્હાવો મળી રહે છે માટે આ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ