- સતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી; ધરમપુરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
- વલસાડમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
- 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકા અનુભવાતા લોકોમાં ડર
Valsad : સતત ત્રીજા દિવસથી ગુજરાતની ધરા ધ્રુજી રહી છે. પાટણ, કચ્છ બાદ હવે આજે વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે હવે લોકોમાં રીતસરનો ડર બેસી ગયો છે કે, શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં જ્યારે જ્યારે ભૂકંપના આંચકા આવે છે, ત્યારે ત્યારે કચ્છ ભૂકંપની યાદ તાજી થઈ જાય છે. તેવામાં સતત આવી રહેલા આંચકા કઈ બાબતના સંકેત આપી રહ્યાં છે.
વલસાડમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
વલસાડ જિલ્લામાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તેમજ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકાથી લોકોમાં ડરી બેસી ગયો છે. આ ઉપરાંત વલસાડ જિલ્લાના ધરમપુરમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે.
સોમવારે કચ્છમાં આવ્યો હતો ભૂકંપ
કચ્છ જિલ્લામાં આવેલા રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. તેમજ ભૂકંપની તીવ્રતા 4.0ની હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. ત્યારે અચાનક ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. તેમજ કચ્છમાં રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.